Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અપીલમાં થયેલા હુકમ મુજબ રકમ જમા ન કરાવીઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક આસામીએ રૂ।.૪૦-૪૦ લાખના બે ચેક પરત ફરવા અંગે એક શખ્સ સામે અદાલતમાં કરેલી ફરિયાદ ચાલી જતા અદાલતે આરોપીને બે વર્ષની કેદ અને ચેકથી બમણી રકમનો દંડ ફટકાર્યાે હતો. આ હુકમ સામે કરાયેલી અપીલમાં અદાલતે કરેલા હુકમ મુજબ આરોપીએ રકમ જમા નહીં કરાવતા સજા વોરંટ ઈસ્યુ થયું હતું. આરોપીને તે વોરંટના આધારે જેલહવાલે કરાયો છે.
જામનગરના કન્સ્ટ્રક્શનના ધંધાર્થી કાંતુભા સુરૂભા જાડેજા દ્વારા મોહનલાલ છોટારામજી માલી સામે જામનગરની કોર્ટમાં કુલ રૂ।.૮૦ લાખના બે ચેક રિટર્ન થવા અંગે કેસ કર્યાે હતો.
તે કેસ ચાલવા પર આવતા અદાલતે આરોપી મોહનલાલ છોટારામજી માલીને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદ તથા ચેકની રકમ રૂ।.૮૦ લાખથી બમણી રકમનો દંડ ફટકાર્યાે હતો. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા આપવામાં આવી હતી.
ઉપરોક્ત હુકમ સામે આરોપી મોહનલાલ માલીએ સેશન્સ કોર્ટમાં અપીલ નોંધાવી હતી. તે અપીલ ચાલવા પર આવતા અદાલતે ઉપરોક્ત કેસ નીચેની કોર્ટને રિમાન્ડ કર્યાે હતો અને મોહનલાલ માલીએ બે અઠવાડિયામાં રૂ।.૧૯ લાખ નીચેની કોર્ટમાં જમા કરાવવા અને રૂ।.૮૦ હજાર દંડની રકમ પણ જમા કરાવી દેવા આદેશ કરાયો હતો. તેની સામે મોહનલાલે ઉપરોક્ત રકમ જમા નહીં કરાવતા ફરિયાદીના વકીલે આરોપી સામે સજા વોરંટ ઈસ્યુ કરવા માગણી કરી હતી. જેના પગલે અદાલતે આરોપી મોહનલાલ છોટારામજી માલી સામે સજાનું વોરંટ કાઢયું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ દોલુભા જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial