Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'ટીબી મુકત ભારત' અભિયાન અંતર્ગત
ધ્રોલ તા. ૨૭: ભારત સરકારના 'ટીબી મુક્ત ભારત' અભિયાનને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ટીબીના દર્દીઓને પોષણયુક્ત રાશન કિટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો. પંકજકુમાર સિંઘ, જિલ્લા ક્ષય મેડિકલ ઓફિસર ડો. ધીરેન પીઠડીયા તથા તાલુકા હેલ્થ ઓફિસર ડો. એચ.એન. ફોઝેના સીધા માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો.
શરીરની રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થવાને કારણે ટીબી થવાની સંભાવના વધી જાય છે. જો સમયસર ટીબીની દવા સાથે પૂરતા પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન મળે તો આ રોગને વહેલી તકે નાબૂદ કરી શકાય તેમ છે. આ બાબતને ધ્યાને રાખીને જામનગર જિલ્લાની નામાંકિત કંપની નયારા એનર્જી દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સહ પ્રમાણસર પોષણ મળી રહે તેવા શુભ હેતુથી નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલ પોષણયુક્ત રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે નયારા કંપની વર્ષ ૨૦૨૧ થી ટીબી મુક્ત અભિયાનમાં સક્રિયપણે જોડાયેલી છે અને જામનગર જિલ્લામાં દર મહિને ૬૦૦ જેટલી કિટનું વિતરણ કરી રહી છે, જેથી દર્દીઓને સમયસર પૂરતું પોષણ મળી રહે. આ કિટમાં બાસમતી ચોખા, મલ્ટીગ્રેન આટા, મગની દાળ, દેશી ચણા, મગફળીનું તેલ, ગોળ અને શુદ્ધ ઘી જેવી બ્રાન્ડેડ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ધ્રોલ તાલુકાના ટીબી સુપરવાઈઝર રક્ષિત વાછાણી અને એમપીએચડબલ્યુ ગૌતમ રાઠોડ હાજર રહૃાા હતા, જેમણે ટીબીના દર્દીઓને રોગ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial