Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્રહણના મોક્ષ પછી ચંદ્રોદય થનાર હોઈ
દ્વારકા તા. ર૭: દ્વારકાધીશ જગતમંદિરમાં ૩ માર્ચે પૂનમ તથા ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. ગ્રહણ મોક્ષ પછી ચંદ્રોદય થનાર હોય, બપોરે ર થી ૩ સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. શ્રીજીના દર્શન સમયમાં ફેરફાર અંગે દ્વારકાધીશ મંદિરના વહીટદારે નવું શેડ્યુઅલ જાહેર કર્યું છે.
આગામી તા. ૩-૩-ર૦ર૬ ને મંગળવારના ખગ્રાસ ચંદ્રગ્રહણ હોય, આમ છતાં સૌરાષ્ટર-કચ્છ સહિત યાત્રાધામ દ્વારકામાં ગ્રહણ મોક્ષ પછી ચંદ્રોદય થનાર હોય, ગ્રહણ પાળવાનું થતું ન હોય, જગતમંદિરમાં શ્રીજીના દર્શન ક્રમ-ફૂલડોલ ઉત્સવ અંગે જરૂરી ફેરફાર નોંધાયો છે. યાત્રાધાકમ દ્વારકામાં સાંજે ૬-૪૭ કલાકે ગ્રહણ મોક્ષ પછી ૬-પ૯ કલાકે ચંદ્રોદય થનાર હોય, દર વર્ષની જેમ બપોરે ફૂલડોલ ઉત્સવ ઉજવાશે.
મંદિર વહીવટદારની યાદીમાં જણાવ્યાનુસાર પૂનમ-ફૂલડોલ ઉત્સવના તહેવારોને અનુલક્ષીને ૩જી માર્ચે મંગળા આરતી સવારે ૬કલાકે, શ્રીજીના અભિષેક પૂજા (દર્શન બંધ) સવારે ૮ થી ૯ સુધી, શ્રૃંગાર આરતી સવારે ૧૦-૪પ કલાકે તેમજ બપોરે ૧ વાગ્યે અનોસર (મંદિર બંધ) થશે. બપોરે ર કલાકે ફૂલડોલ ઉત્સવ આરતી અને ર થી ૩ સુધી ફૂલડોલ ઉત્સવ ઉજવાશે. બપોરે ૩ થી પ સુધી મંદિર બંધ રહ્યા પછી સાંજે પ કલાકે શ્રીજીના ઉત્થાપન દર્શન થશે તેમજ સાંજનો અન્ય ક્રમ નિત્યક્રમ અનુસાર યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial