Advertisement
Author: નોબત સમાચાર

ટેકવોન્ડો સ્પર્ધામાં રાજ્યકક્ષાએ ધો. ૮નો છાત્ર ગોલ્ડ મેડલ વિજેતા

જોડિયાનું ગૌરવ શિવમ સાંચલાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અંતર્ગત ચાલતી ટેકવોન્ડો ઈન સ્કૂલ યોજના હેઠળ જોડીયાના સાંઈ વિદ્યા સંકુલમાં તાલીમ લઈ રહેલા ધો. ૮ના છાત્ર શિવમ સાંચલાએ સુરતમાં યોજાયેલ તૃતીય ઓપન ગુજરાત ટેકવોન્ડો ચેમ્પીયનશીપ ૨૦૨૫ તથા દ્વિતીય ફેડરેશન કપ માટે પસંદગી ટ્રાયલમાં શાળાનું પ્રતિનિધિ કર્યુ હતું. આ સ્પર્ધામાં તેમણે કેડેટ વય જુથમાં ૬૧ કિગ્રા વજન જુથમાં ગોલ્ડ મેડલ જીતી શાળા અને જોડીયાનું ગૌરવ વધાર્યું છે.

સાઈ વિદ્યા સંકુલના આચાર્ય જગદીશભાઈ વિરમગામા તેમજ જિલ્લા રમત ગમત અધિકારી, ટીમ મેનેજર, વગેરેએ તેને અભિનંદન પાઠવ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh