Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાંચ દિવસના અઠવાડિયા સહિતની માગણીઓ સંદર્ભે દેશવ્યાપી
જામનગર તા. ર૮: ગઈકાલે ભારતમાં રાષ્ટ્રીયકૃત બેંકોની દેશવ્યાપી હડતાલને પગલે દેશમાં અરબો રૂપિયાના આર્થિક વ્યવહારો ખોરવાયા હતાં. શનિ-રવિ અને પછી સોમવારે પ્રજાસત્તાક પર્વની રજા પછીના દિવસે હડતાલને કારણે સતત ૪ દિવસ બેંકો બંધ રહેતા અનેક લોકોને મુશ્કેલી થઈ હતી. જામનગરમાં પણ ગુજરાત બેંક વર્કસ યુનિયનના નેજા હેઠળ સેંકડો બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા હતાં. યુનિયનના હોદ્દેદાર કુલિનભાઈ ધોળકિયા સહિતના આગવાનોએ બેંક ઓફ ઈન્ડિયા પાસે એકઠા થઈ પડતર માગણીઓને લઈને સૂત્રોચ્ચાર કરી સરકારને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો. આ તકે સપ્તાહમાં પાંચ દિવસના વર્કીંગ ડે ની પદ્ધતિ અમલી બનાવવાની માગ પ્રચંડ બની હતી. સરકાર દ્વારા વર્ષ ર૦ર૩ માં કરવામાં આવેલ સમજુતિની અમલવારી હજુ સુધી થઈ ન હોવાના આરોપ સાથે યુનિયનના આગેવાનો તથા બેંક કર્મચારીઓએ ૩ વર્ષ જુની સમજુતિના તાત્કાલિક અમલની માગ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial