Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાનું વ્યૂહાત્મક શક્તિશાળી અબ્રાહમ લિંકન યુદ્ધ જ્હાજ ઈરાન સરહદે તૈનાત થતા
વોશિંગ્ટન/તહેરાન તા. ર૩: અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી પરાકાષ્ટાએ પહોંચી છે, અને અમેરિકાનું શક્તિશાળી અબ્રાહમ લિંકન યુદ્ધ જ્હાજ ઈરાની સરહદે તૈનાત કરાતા ઈરાને પણ સામી ચેતવણી સાથે તહેરાનમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. આ કારણે અમેરિકા-ઈરાન વચ્ચે ભિષણ યુદ્ધ ફાટી નીકળે તેવા એંધાણ છે.
ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાએ પોતાનું સૌથી શક્તિશાળી જંગી જ્હાજ ઈરાન સરહદ નજીક તૈનાત કરી દીધું છે, જનેા જવાબમાં ઈરાને પણ યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે. અમેરિકન નૌકાદળનું સૌથી વિધ્વંસક જ્હાજ યુએસએસ અબ્રાહમ લિંકન હવે ઈરાનની સાવ નજીક પહોંચી ગયું છે.
આ યુદ્ધ જ્હાજ માત્ર એક જ્હાજ નથી, પરંતુ સમુદ્ર પર ચાલતો-ફરતો એક અભેદ કિલ્લો છે. તેની સાથે ગાઈડેડ મિસાઈલ ક્રૂઝર, સબમરીન અને અદ્યતન વિનાશક જ્હાજોનો આખો સ્ટ્રાઈક ગ્રુપ ચાલે છે.
સંરક્ષણ નિષ્ણાતો માને છે કે આ બેડો એકલો જ ઈરાની સેનાને ભારે પડી શકે તેમ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ નિવેદન આપ્યું હતું કે ઈરાન વાતચીત માટે ઉત્સુક છે, જો કે ઈરાને આ વાતને ફગાવતા વોશિંગ્ટનને સીધી ચેતવણી આપી છે.
ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડસ કમાન્ડરે જણાવ્યું છે કે દેશમાં તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનો છતાં તેમની સેના સંપૂર્ણ સજ્જ છે અને તેમની 'આંગળીઓ અત્યારે ટ્રિગર પર જ છે'. આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે ઈરાન કોઈપણ હુમલાનો સામનો કરવા તૈયાર છે.
વૈશ્વિક રક્ષા વિશેષજ્ઞોના મંતવ્યો મુજબ અમેરિકા પાસે એવા હથિયારો છે જે મિનિટોમાં ઈરાનના મિસાઈલ સાઈટ્સ અને પરમાણુ ઠિકાણાઓને નેસ્તનાબૂદ કરી શકે છે. બી-ર સ્ટીલ્સ બોમ્બર, જે રડારમાં પકડાતા નથી. અમેરિકા આવા વધુ પર નવા બોમ્બર બનાવી રહ્યું છે. ટોમહોક મિસાઈલ તે ઉપરાંત અત્યંત સચોટ નિશાન લગાવવા માટે જાણીતી છે, જે ભારે તબાહી મચાવી શકે છે. એફ-૩પ અને એફ-રર ફાઈટર જેટ્સ જેવા પાંચમી પેઢીના આ વિમાનો સામે ઈરાનના જુના વિમાનો ટકી શકે તેમ નથી. તે ઉપરાંત એમક્યુ-૯ રીપર ડ્રોન પણ પ૦ હજાર ફૂટની ઊંચાઈએથી ર૭ થી ૪ર કલાક સુધી સતત ઊડાન ભરીને ટાર્ગેટને હિટ કરવાની ક્ષમતા ધરાવે છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને જોતા ઈઝરાયલ પણ સતર્ક થઈ ગયું છે. ઈઝરાયલની સેના એ દેશમાં એલર્ટ લેવલ વધારી દીધું છે. પોલીસ, ફાયરબ્રિગેડ અને ઈમરજન્સી સેવાઓને એક્ટિવ કરી દેવામાં આવી છે. આઈડીએફ ચીફ એયાલ જામિરે સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયલ કોઈપણ 'સરપ્રાઈઝ વોર' માટે તૈયાર છે અને તેમની સેના હાઈ એલર્ટ પર છે.
એ પહેલા અહેવાલો આવ્યા હતાં કે યુએસ નેવીનો એક કાફલો ખાડી તરફ આગળ વધી રહ્યો છે, જેના કારણે ઈરાન સામે અમેરિકાની કાર્યવાહીનો ભય વધી રહ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ખાડી તરફ કાફલાની ગતિવિધિની પુષ્ટિ કરી હતી.
જો કે, ગયા અઠવાડિયે ટ્રમ્પે ઈરાન સામે લશ્કરી કાર્યવાહીની શક્યતાને ઓછી ગણાવી હતી, જ્યારે વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે તેહરાને વિરોધીઓને ફાંસી આપવાની યોજના અટકાવી દીધી છે. ઈકોનોમિક ફોરમમાંથી પાછા ફરતા ટ્રમ્પે એર ફોર્સ વન પર પત્રકારોને કહ્યું, અમે ઈરાન પર નજર રાખી રહ્યા છીએ. દાવોસથી પરત ફરતી વખતે એરફોર્સ વન પર પત્રકારો સાથે વાત કરતા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી. ટ્રમ્પે દાવો કર્યો હતો કે એક મોટો યુએસ નૌકાદળનો કાફલો ઈરાન તરફ આગળ વધી રહ્યો છે.
ઈરાનને ચેતવણી આપતા ટ્રમ્પે કહ્યું કે યુએસ તેની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને એક મોટો યુએસ નૌકાદળનો કાફલો તે દિશામાં આગળ વધી રહ્યો છે અને અમે જોઈશું કે શું થાય છે, જો કે તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ યુદ્ધ ઈચ્છતા નથી અને બળનો ઉપયોગ અંતિમ .પાય હશે, જો કે ટ્રમ્પની આ ચેતવણી પછી ઈરાન સામે યુએસ કાર્યવાહી (યુદ્ધ) નો ભય વધી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial