Advertisement
Author: નોબત સમાચાર

મોટા બિલ્ડીંગોની પાડતોડ અને બાંધકામોના મટિરિયલ્સ-મશીનોના ખડકલાઃ છે કોઈ પુછનાર ?

જામનગરના કેટલાક વિસતારોમાં પ્રજા ત્રાહિમામઃ તંત્રો લાપરવાહ

                                                                                                                                                                                                      

જામનગર શહેરમો અનેક જગ્યાએ પર વર્ષાે જુના બિલ્ડીંગો છે તેને પાડતોડની કામગીરી કરવામાં આવી રહી છે. તેની જગ્યાએ નવા બિલ્ડીંગ બની રહ્યા છે. પરંતુ જામનગર શહેરમાં બિલ્ડરો માટે કે પાડતોડ માટે કોઈ નિયમો લાગુ જ ના પડતો હોય તે રીતે આ કામગીરી ચાલી રહી છે. સિટી એન્જીનીયર તેમજ અન્ય લગત અધિકારીઓ પણ આ અંગે કોઈ ધ્યાન ના આપતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અંબર સર્કલ થી જી. જી. હોસ્પિટલ સુધી અનેક નવા બિલ્ડીંગ બની રહ્યા છે તેમાં ખાસ કરીને જે બિલ્ડીંગ બની રહ્યા છે તે જગ્યા પર રોડ પર જ બિલ્ડીંગને લગતા સામાન લોખંડના સળીયાઓ તેમજ ભરતી ભરાવાવની હોય ત્યારે તો મસ મોટા ખટારા (કોક્રેટ મિક્સર) અત્યાધુનીક મસીનોથી રોડ પર જ રાખી અને ટ્રાફીકને પણ અવરોધતા જોવા મળે છે. અત્યારે આપણે વાત કરીએ છીએ હોસ્પિટલ રોડ પર બેંક ઓફ ઈન્ડિયાની જુની જગ્યા હતી તેને ડિમોલીશન (પાડતોડ)ની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ત્યાંથી પસાર થવામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેસીબી જેવા સાધનો થી દિવસના ભાગમાં કોઈ સિક્યુરીટી કે સેફ્ટી વગર જ આ બિલ્ડીંગની પાડતોડની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ત્યાંથી પસાર થતાં રાહદારીઓના આંખોમાં પણ આ પાડતોડની ધૂળો ઉડી રહી છે, હોસ્પિટલ નજીક હોય તેમજ આ રોડ પરથી સ્કૂલના બાળકો પણ મોટી સંખ્યામાં જતાં હોય છે ત્યારે આ પાડતોડની કામગીરીમાં શું કોઈ નિયમો લાગુ પડતાં નથી, આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા જામ્યુકોની લગત શાખામાં અરજી પણ કરવામાં આવી છે તેવામાં અધિકારીઓ દ્વારા સરખા જવાબ પણ દેવામાં આવતા નથી. ગઈકાલે બપોરે જ આ પાડતોડ દરમ્યાન રોડ પરથી પસાર થતાં આંખોમાં ધૂળ તેમજ શ્વાસમાં પણ આ નૂકસાન કારક ડમરીઓ ઉડીને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. કોઈ સિક્યુરીટી પણ નથી કે કોઈ મોટા પથ્થર જો આ પાડતોડ દરમ્યાન રોડ પર પડયા તો મોટો અકસ્માત થવાનો પણ ભય રહે છે. બિલ્ડીંગ બસ દેખાવ ખાતર થોડા કપડાથી કવર કરવામાં આવી છે પરંતુ જે નિયમ મુજબ પાડતોડ કરવાનું હોય તે માત્ર દેખાવ ખાતર જ થઈ રહ્યું છે તો શું આ અંગે જામ્યુકોના લગત અધિકારીઓ દ્વારા આ નિયમનું પાલન કરાવવામાં આવશે કે શું તે જોવાનું રહ્યું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh