Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોનું સસ્તું ચાંદીમાં ઉતાર-ચઢાવઃ
મુંબઈ તા. ર૪: શેરબજારમાં કડાકો બોલ્યો છે. ૧રપ૦ પોઈન્ટ તૂટ્યો છે, જ્યારે સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે.
આજે મંગળવારનો દિવસ શેરબજારના રોકાણકારો માટે 'અમંગળ' સાબિત થઈ રહ્યો છે. ઘટાડા સાથે ખૂલેલું બજાર જોતજોતામાં ક્રેશ થઈ ગયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ ખૂલ્યા પછી સતત ગગડતો રહ્યો અને બપોરે ૧ર વાગ્યાની આસપાસ ૧૧પ૦ પોઈન્ટથી વધુ તૂટી ગયું હતો.
બીજી તરફ નિફટી પણ ૩૦૦ પોઈન્ટથી વધુ નીચે સરકી ગઈ છે. જેના કારણે રોકાણકારોના લાખો કરોડો રૂપિયા પળવારમાં સ્વાહા થઈ ગયા છે.
માત્ર શેરબજાર જ નહીં, પરંતુ સપ્તાહના બીજા ટ્રેડીંગ દિવસે કોમોડિટી માર્કેટમાં પણ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ સોનાના ભાવમાં અચાનક મોટો ઘટાડો થયો છે, તો બીજી તરફ ચાંદીના ભાવમાં ભારે અસ્થિરતા જોવા મળી રહી છે.
શેરબજારની વાત કરીએ તો મંગળવારે સેન્સેક્સ અગાઉના ૮૩,ર૯૪ ના બંધની સરખામણીએ ઘટાડા સાથે ૮૩,૦પર પર ખૂલ્યો હતો. ઓપનિંગ બાદ ઘટાડો ઝડપી બન્યો અને થોડી જ વારમાં સેન્સેક્સ ૧૧પ૭ પોઈન્ટ તૂટીને ૮ર,૧૩૭ ના સ્તરે પહોંચી ગયો હતો. તાજા અહેવાલો મુજબ સેન્સેક્સ ૧રપ૦ પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સની જેમ નિફટી પ૦ માં પણ મોટો કડાકો જોવા મળ્યો હોત. નિફટી સોમવારે રપ,૭૧૩ ના સ્તરે બંધ થઈ હતી અને મંગળવારે રપ,૬૪૧ પર ખૂલી હતી. ત્યારબાદ નિફટી ૩ર૬ પોઈન્ટ ગગડીને રપ,૩૮૭ ના સ્તરે આવી ગઈ હતી.
છેલ્લા અહેવાલો મુજબ નિફટી ૩પ૦ પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. કોમોડિટી માર્કેટમાં સોનાની ચાલ પણ બદલાયેલી જોવા મળી છે. એમસીએક્સ પર ર-એપ્રિલની એક્સપાયરી વાળું સોનું સોવમારે રૂ।. ૧,૬૧,પ૯૮ (પ્રતિ ૧૦ ગ્રામ) પર બંધ થયું હતું. જે મંગળવારે ઘટીને રૂ।. ૧,૬૦,ર૯પ સુધી પહોંચી ગયું હતું. એટલે કે સોનુ રૂ।. ર૩૦૩ સસ્તું થયું છે. આ ઘટાડા બાદ ર૪ કેરેટ સોનું તેના હાઈ લેવલીથી રૂ।. ૩ર૮૦૧ જેટલું સસ્તું મળી રહ્યું છે.
ચાંદીના ભાવમાં શરૂઆતથી જ અસ્થિરતા જોવા મળી રહી છે. પ માર્ચની એક્સપાયરી વાળી ચાંદી ગ્રીન ઝોનમાં ખૂલી હતી. પરંતુ અચાનક તેમાં રૂ।. ર૧૦૦ થી વધુનો ઘટાડો થયો હતો. જો કે, થોડીવાર બાદ તે ફરી રીકવર થઈને ગ્રીન ઝોનમાં આવી ગઈ હતી. અહેવાલ લખાય છે ત્યારે ચાંદી રૂ।. ૧૩૦૦ ના ઉછાળા સાથે કારોબાર કરી રહી હતી. પરંતુ તેના હાઈ લેવલ રૂ।. ૪,ર૦,૦૪૮ પ્રતિ કિલો) ની સરખામણીએ તે હજુ પણ આશરે રૂ।. ૧.પ૬ લાખ જેટલી સસ્તી મળી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial