Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટના યુરોપિયન જીમખાનામાં યોજાયેલી
જામનગર તા. ૨૬: રાજકોટના યુરોપીયન જીમખાનામાં યોજાયેલ ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ બિલીયર્ડ ટુર્નામેન્ટમાં જામનગરના યુવાન ખેલાડી મોહિત શેઠે ફરી એક વખત ચેમ્પિયન બની જામનગરનું અને જૈન સમાજનું ગૌરવ વધાર્યું છે.
ઓપન સૌરાષ્ટ્ર-કચ્છ બિલીયર્ડ ટુર્નામેન્ટનું તાજેતરમાં રાજકોટના યુરોપિયન જીમખાના આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ૫૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટના ફાઇનલ મેચનો મુકાબલો રાજકોટના ખેલાડી પંકજ ભટ્ટ અને જામનગરના મોહિત શેઠ વચ્ચે થયો હતો. પ્રારંભિક રસાકસી બાદ મોહિત સતત આગળ રહૃાો હતો અને આખરે ૯૮ પોઇન્ટના તફાવત થી શાનદાર જીત પ્રાપ્ત કરી હતી.
મોહિત શેઠ અગાઉ પણ ચેમ્પિયન અને રનર્સઅપ થઇ ચુક્યો છે. તેણે બિલીયર્ડ ક્ષેત્રે અનેક ટ્રોફી પ્રાપ્ત કરી છે. તેમના પિતા રાજુભાઇ શેઠ પણ એક ઉમદા સ્પોટર્સમેન રહૃાાં છે અને ૨૫ વર્ષ થી જામનગરની સુમેર સ્પોટર્સ ક્લબના પ્રમુખ પદે સેવા આપે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial