Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર ડીગ્રીએ સ્થિરઃ ભેજનું પ્રમાણ ૭૩ ટકાઃ સવારે ઝાકળવર્ષા

મિશ્ર ઋતુથી લોકોના સ્વાસ્થ્યમાં વિપરીત અસરઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. રપઃ જામનગરમાં બુધવારે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ૩ર ડીગ્રીએ સ્થિર રહ્યો હતો, તેમજ ગત્ ત્રણ દિવસથી લઘુતમ તાપમાનમાં સળવળાટ થયો નથી અને તે ર૦ ડીગ્રીએ યથાવત્ રહ્યું હતું.

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં હાલ ઋતુ પરિવર્તનનો દોર ચાલી રહ્યો છે. ઉનાળાનું ધીમે ધીમે આગમન થઈ રહ્યું છે. મિશ્ર ઋતુની વિપરીત અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. ખાસ કરીને માથા તથા પેટમાં દુઃખાવો, ઉધરસ અને તાવના કેસ હોસ્પિટલો તથા દવાખાનાઓમાં વધારે નોંધાઈ રહ્યા છે.

નગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આંશિક વધીને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૩ ટકા રહ્યું હતું, જેના પગલે આજે સવારે ઝાકળવર્ષા થઈ હતી. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh