Advertisement
Author: નોબત સમાચાર

લોનની રકમનો ચેક પરત ફરવાના કેસમાં સભાસદને છ મહિનાની કેદ

રૂ।.૩૦૬૦૦ દંડ પેટે ભરવા આદેશઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગરની એક સોસાયટી દ્વારા સભાસદ સામે ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. અદાલતે ડિફોલ્ટર સભાસદને છ મહિનાની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.

જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદ મહેશ્વર વસંતભાઈ રાઠોડે સોસાયટીમાંથી લોન મેળવી ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા મહેશ્વર રાઠોડ સામે અદાલતમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી મહેશ્વર વસંતભાઈ રાઠોડને તકસીરવાન ઠરાવી છ મહિનાની કેદ તથા રૂ।.૩૦૬૦૦નો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી ગેરહાજર હોવાથી સજાનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. સોસાયટી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મંુજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh