Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નો-પાર્કિંગમાં રિક્ષા રાખી દેવામાં આવી હતીઃ
જામનગર તા. ૨૪: જામનગરની જી.જી. હોસ્પિટલમાં ટ્રોમા વોર્ડ પાસે નો-પાર્કિંગમાં રિક્ષા રાખી ત્યાંથી પસાર થતાં રાહદારીઓને અડચણ સર્જતા ચાર રિક્ષાચાલક સામે કાયદા મુજબ કાર્યવાહી કરી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલા ટ્રોમા વોર્ડ પાસે નો-પાર્કિંગ ઝોન હોવા છતાં કેટલાક વાહનો ત્યાં રાખી અડચણ કરાતી હોવાની ઉઠેલી બૂમ વચ્ચે ગઈકાલે સિટી બી ડિવિઝનના પોલીસ સ્ટાફે ત્યાં જઈ અડચણરૂપ થાય તે રીતે વાહન રાખનાર ચાર વ્યક્તિ સામે ગુન્હો નોંધ્યો છે.
ટ્રોમા વોર્ડ પાસે જીજે-૧૦-ટીડબલ્યુ ૧૩૯ર નંબરની રિક્ષા રાખી દેનાર હર્ષદમીલની ચાલી નજીક રહેતા અનિરૂદ્ધસિંહ દેવુભા ગોહિલ તેમજ ધરારનગર-રવાળા સલેમાન હાસમ આલેપોત્રાએ પણ જીજે-૧૦-ટીડબલ્યુ ૬૧૧૫ નંબરની રિક્ષા રાખી હોય બંને સામે કાર્યવાહી કરાઈ છે.
તે ઉપરાંત જીજે-૧૦-ટીઝેડ ૫૯૪૫ નંબરની રિક્ષા રાખનાર બેડીના રમઝાન સલીમભાઈ ફકીર તેમજ જીજે-૩૬-યુ ૨૯૨૮ નંબરની રિક્ષા પાર્ક કરનાર અલ્સફા સોસાયટીવાળા સલીમખાન કરીમખાન સામે પોલીસે બીએનએસની કલમ ૨૮૫ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial