Advertisement
Author: નોબત સમાચાર

બોલિવિયાના એલ અલ્ટોમાં એરફોર્સનું હર્ક્યુલસ વિમાન ક્રેશઃ ૧પ લોકોના મૃત્યુઃ ૩૦ ઈજાગ્રસ્ત

રન-વે પરથી લપસીને સડક પર પહોંચેલુ વિમાનઃ ચલણી નોટો વેરણ-છેરણ

                                                                                                                                                                                                      

લાપાઝ તા. ર૮: બોલિવિયામાં એરફોર્સનું વિમાન ગઈકાલે રસ્તા પર ક્રેશ થતા ૧પ ના મૃત્યુ થયા છે. રાજધાની લાપાઝ નજીક થયેલી આ દુર્ઘટનામાં ૩૦ લોકો ઈજાગ્રસ્ત થયા છે, તે પૈકી કેટલાકની હાલત ગંભીર છે. અનેક વાહનો સાથે અથડાયું હતું, જેના કારણે ભારે નુક્સાન થયું છે.

ગઈકાલે બોલિવિયામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોલિવિયન એરફોર્સનું હર્ક્યુલસ વિમાન રાજધાની લા પાઝ નજીક આવેલા એલ અલ્ટો શહેરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં ૧પ લોકોના મૃત્યુ થયા હોવાની અને ૩૦ લોકો ઈજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી છે.

ઈજાગ્રસ્તમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, જેમાં એલ ડેબર અને યુનિટેલનો સમાવેશ થાય છે. ઘટના સાંજે અંદાજે ૬ વાગ્યે બની હતી. વિમાન લેન્ડિંગ અથવા ટેકઓફ દરમિયાન એલ અલ્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રનવે રથી લપસી ગયું હતું. ત્યારપછી તે એરપોર્ટની બાઉન્ડ્રી તોડી નજીકના રસ્તા પર પહોંચી ગયું અને અનેક વાહનો સાથે અથડાયું હતું, જેના કારણે ભારે નુક્સાન થયું હતું. સોશિયલ મીડિયાને ટાંકીને આવી રહેલા અન્ય કેટલાક અહેવાલો અનુસાર વિમાન દેશના અન્ય ભાગોમાં નવી છપાયેલી નોટો લઈ જઈ રહ્યું હતું.

અકસ્માત પછી રસ્તા પર નોટો વિખેરાઈ ગયાની ચર્ચા સોશિયલ મીડિયામાં ચાલી રહી છે, પરંતુ સત્તાવાર રીતે આ બાબતની પુષ્ટિ કરવામાં આવી નથી. અકસ્માત પછી પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમો તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તને નજીકની હોસ્પિટલોમાં ખસેડ્યા હતાં.

વિમાનમાં કુલ કેટલા લોકો સવાર હતા અને તેમની સ્થિતિ શું છે તેની સત્તાવાર માહિતી હજુ બહાર પાડવામાં આવી નથી. આ અકસ્માતના કારણે એલ અલ્ટો ઈન્ટરનેશનલ એરપોર્ટને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યું હતું. અકસ્માતના કારણો અંગે બોલિવિયન એરફોર્સ અથવા સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh