Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિજ્ઞાન પ્રવાહમાં એ-૧ માં હાલારના ૧૯ અને સામાન્ય પ્રવાહમાં એ-૧ માં હાલારના ર૧૦ પરીક્ષાર્થીઓએ મારી બાજીઃ સવારથી જ ઉત્સુક્તાઃ હાલારમાં ઊંચુ પરિણામ
જામનગર જિલ્લાનું ધોરણ ૧ર સામાન્ય પ્રવાહનું ૯૩.૬૧% અને દ્વારકા જિલ્લાનું ૯પ.૬૯% રિઝલ્ટ
જામનગર તા. પઃ ધો. ૧ર ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર થવા પામ્યું છે. જામનગર જિલ્લામાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહનું ૯૦.૮પ ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ૯૦.૮૮ ટકા જેટલું ઊંચુ પરિણામ આવ્યું છે. એ-૧ માં જામનગરના ૧૭ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં જામનગર જિલ્લાનું ૯૩.૬૧ ટકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું ૯પ.૬૯ ટકા પરિણામ આવ્યું છે. એ-૧ માં જામનગર જિલ્લાના ૧૮૪ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૬ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.
ગત્ ફેબ્રુઆરી-માર્ચ માસમાં ધો. ૧૦-૧ર ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. જેમાં શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો. ૧ર વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રમાં ગોંડલ કેન્દ્રનું ૯૬.૬૦ ટકા, સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રમાં દાહોદનું પ૪.૪૮ ટકા, વધુ પરિણામ ધરાવતા જિલ્લામાં મોરબીનું ૯ર.૯૧ ટકા અને સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લામાં દાહોદનું પ૯.૧પ ટકા પરિણામ આવ્યું છે. રાજ્યમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૧૯૪ થઈ છે. એટલે કે સંખ્યા વધી છે. ગત્ વર્ષે ૧ર૭ હતી, તો ૧૦% થી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ૩૪ છે. જેમાં પણ વધારો થયો છે. ગત્ વર્ષે આ સંખ્યા ર૭ ની હતી, જ્યારે રાજ્યમાં ૮૩૧ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે. જે સંખ્યા ગત્ વર્ષ ૧૦૩૪ ની હતી.
એ-ગ્રેડનું ૯૧.૯૦%, બી-ગ્રેડનું ૭૮.૭૪% અને એ-બી ગ્રુપનું પરિણામ ૭૩.૬૮% પરિણામ જાહેર થયું છે.
ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહમાં કેન્દ્રવાઈઝ પરિણામ જોઈએ તો જામનગરમાં ૧૦રપ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૯૦૮ પાસ થતા ૮૮.પ૯ ટકા, ધ્રોળ કેન્દ્રમાં પ૭પ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તેમાંથી પ૪પ વિદ્યાર્થીઓ પાસ થતા ૯૪.૭૮% પરિણામ આવ્યું છે.
મીઠાપુરમાં પ૯ વિદ્યાર્થીમાંથી પર વિદ્યાર્થી પાસ થતા ૮૮.૧૪ અને ખંભાળિયામાં ર૩૭ વિદ્યાર્થીમાંથી ર૧૭ વિદ્યાર્થી પાસ થતા ૯૧.પ૬% પરિણામ આવ્યું છે. જામનગર જિલ્લામાં ૧૪૭૦ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ર૬૯ વિદ્યાર્થીઓ પાસ થયા છે.
ગ્રેડ પ્રમાણે પરિણામમાં જામનગર જિલ્લામાં ૧૬ર૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં તેમાંથી ૧૬૧૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં એ-૧ માં ૧૭, એ-ર માં ૧૭૭, બી-૧ માં ૩પ૯, બી-ર માં ૩૭૯, સી-૧ માં૩ર૦, સી-ર માં ૧૮૪, ડી માં ૩૪, ઈ-૧ માં શૂન્ય, એટલે કે જામનગર જિલ્લાનું સરેરાશ ૯૦.૮પ% પરિણામ આવ્યું છે.
તેવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ર૯૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતાં અને તમામે પરીક્ષા આપી હતી. જેમાં એ-૧ માં ર, એ-ર માં ૩૦, બી-૧ માં ૬૦, બી-ર માં ૬૭, સી-૧ માં પ૯, સી-ર માં ૪ર, ડી માં ૮ અને ઈ-૧ માં ૧ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. આમ જિલ્લાનું ૯૦.૮૮% પરિણામ આવ્યું છે.
ધો. ૧ર સામાન્ય પ્રવહનું ગુજરાત રાજ્ય બોર્ડનું પરિણામ ૯૩.૦૭ ટકા જાહેર થયું છે. સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રમાં સપ્રેડા, ધાંગધ્રા, ચંદ્રાલા, છાલા, લીમ્બોદ્રા અને મીગપુરનું ૧૦૦% પરિણામ આવ્યું છે.
સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રમાં બાવડાનું પર.પ૩ ટકા, સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લામાં બનાસકાંઠા ૯૭.ર૦ ટકા અને સૌથી ઓછું પરિણામ ધરાવતા જિલ્લા વડોદરા ૮૭.૭૭% પરિણામ જાહેર થયું છે. ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ર૦૦પ છે જ્યારે ૧૦%થી ઓછું પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ર૧ ની છે.
જામનગર કેન્દ્રમાં ૪પ૨૦ વિદ્યાર્થી નોંધાયા હતાં તેમાંથી ૪પ૦૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી ૪૧૪૯ વિદ્યાર્થી પાસ થતા ૯ર.૦૪ ટકા પરિણામ આવ્યું છે. ધ્રોળ કેન્દ્રમાં ૧ર૩પ નોંધાયા હતાં તેમાંથી ૧ર૩૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી ૧ર૦ર વિદ્યાર્થી પાસ થતા ૯૭.૪૯ ટકા, કાલાવડમાં ૭૭૯ માંથી ૭૭૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી ૭૪૧ વિદ્યાર્થીઓ પાસ થતા ૯પ.ર૪%, લાલપુરમાં ૪૩૯ માંથી ૪૩૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી ૪૦પ વિદ્યાર્થીઓ પાસ થતા ૯ર.૪૭% પરિણામ આવ્યું છે. જામજોધપુરમાં પપ૩ માંથી પ૪૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી પર૯ વિદ્યાર્થી પાસ થતા ૯૬.૩૬% પરિણામ આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેન્દ્રનું પરિણામ જોઈએ તો મીઠાપુરમાં ૧ર૧ માંથી ૧ર૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી ૧૨૦ વિદ્યાર્થી પાસ થતા ૧૦૦% પરિણામ આવ્યું છે. ખંભાળિયામાં ૧ર૮૩ માંથી તમામે પરીક્ષા આપી હતી તેમાંથી ૧રરર પાસ થતા ૯પ.રપ ટકા પરિણામ આવ્યું હતું.
દ્વારકામાં ર૩ર માંથી રર૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી ૧૯૯ વિદ્યાર્થી પાસ થતા ૮૬.૯૦ ટકા પરિણામ આવ્યું છે, જ્યારે ભાટિયામાં ૬૩૯ વિદ્યાર્થી નોંધાયા તેમાંથી ૬૩૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી ૬રપ વિદ્યાર્થી પાસ થતા ૯૭.૮૧ ટકા, ભાણવડમાં પ૩૬ માંથી પ૩પ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમાંથી પરપ વિદ્યાર્થીઓ પાસ થતા ૯૮.૧૩ ટકા પરિણામ આવ્યું હતું. કલ્યાણપુરમાં ૪૪૬ માંથી ૪૪૬ એ પરીક્ષા આપી હતી તેમાંથી ૪ર૦ વિદ્યાર્થીઓ પાસ થતા ૯૪.૧૭% પરિણામ આવ્યું છે.
જિલ્લાનું પરિણામમાં જામનગર જિલ્લામાં ૭પર૬ વિદ્યાર્થીઓ નોંધાયા તેમાંથી ૭પ૦૬ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં એ-૧ માં ૧૮૪, એ-ર માં ૧ર૭૦, બી-૧ માં ૧૭૧ર, બી-ર માં ૧૮૦૩, સી-૧ માં ૧૪૧પ, સી-ર માં ૬૦૭, ડી માં ૩પ, ઈ-૧ માં શૂન્ય સ્થાન મેળવતા ૯૩.૬૧% પરિણામ આવ્યું છે.
જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૩ર૩૩ પરીક્ષાર્થીઓ નોંધાયા હતાં તેમાંથી ૩રર૮ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એ-૧ માં ર૬, એ-ર માં ૪૬૦, બી-૧ માં ૮૭૬ અને બી-ર માં ૮૮૭, સી-૧ માં ૬ર૩ અને સી-૨ માં ર૦૧, ડી માં ૧૬ અને ઈ-૧ માં શૂન્ય વિદ્યાર્થીએ સ્થાન મેળવતા ૯પ.૬૯ ટકા પરિણામ આવ્યું છે. આમ હાલારનું ઊંચુ પરિણામ આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial