Advertisement
Author: નોબત સમાચાર

રાજપૂત સમાજના સમૂહ લગ્નમાં સુપુત્રના લગ્નનો પ્રેરણાદાયી નિર્ણય

જામનગરના રાજપૂત સમાજના અગ્રણી બિપેન્દ્રસિંહ જાડેજાની અનોખી પહેલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી તા. ૮-૩-ર૦ર૬ ના દિને ર૬ મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજપૂત સમાજના પચ્ચીસ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.

આ સમૂહલગ્નમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ચેરમેન, હાલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી, ગુજરાત ફેડરેશન એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ, જામનગર જિલ્લાના રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી ઉદ્યોગપતિ બિપેન્દ્રસિંહ જાડેજા (ડાડા) (ગામઃ ભણગોર) એ તેમના એકના એક સુપુત્ર ચિ. કર્મરાજસિંહના શુભલગ્ન પણ આ સમૂહલગ્નોત્સવમાં કરવાનો નિર્ણય કરી સમાજ માટે એક અનોખી પહેલ સાથે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૃં પાડ્યું છે.

ઓશવાળ સેન્ટરમાં યોજાનારા આ સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ તેમજ મંડપ ડેકોરેશનના ખર્ચ માટે બિપેન્દ્રસિંહ જાડેજાએ આર્થિક યોગદાન આપ્યું છે. રાજપૂત સમાજના અન્ય દાતાઓ તરફથી કરિયાવરમાં કિંમતી વસ્તુઓની ભેટ આપવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh