Advertisement
Author: નોબત સમાચાર

શાપર ગામમાં વીજ કંપનીની પડતર પડેલી ઓફિસમાંથી મળી આવ્યા દારૂના ૩૩૬ ચપલા

શાપર ગામના શખ્સની પોલીસે કરી ધરપકડઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર-ખંભાળિયા હાઈવે પર શાપર ગામમાં જીઈબીની બંધ પડેલી પડતર ઓફિસમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી પોલીસે પાડેલા દરોડામાં ૩૩૬ ચપલા સાથે શાપર ગામનો એક શખ્સ ઝડપાઈ ગયો છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા બેડ ગામથી આગળ શાપર ગામ નજીક એક પડતર મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી સિક્કા પોલીસ સ્ટેશનના સ્ટાફે ગઈરાત્રે શાપરમાં જીઈબીની બંધ પડેલી પડતર ઓફિસમાં દરોડો પાડ્યો હતો.

આ ઓફિસમાં તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબના ૩૩૬ ચપલા મળી આવ્યા હતા. આ જથ્થા સાથે શાપર ગામના અજયસિંહ રણજીતસિંહ જાડેજા ઉર્ફે લાલા નામના શખ્સની ધરપકડ કરાઈ છે. પોલીસે દારૂનો જથ્થો, એક મોબાઈલ મળી કુલ રૂ।.૭૨૨૦૦નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh