Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિમરિયા નજીક સર્જાઈ ગમખ્વાર દુર્ઘટનાઃ
રાંચી તા. ર૪: રાંચીથી દિલ્હી જઈ રહેલ એર એમ્બ્યુલન્સ ક્રેશ થતા ૭ ના મોત થયા છે. વિમાનમાં દર્દી, ડોક્ટર, ર અટેન્ડેન્ટ અને પાઈલટ સહિત સાત લોકો સવાર હતાં.
રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સનો ગઈકાલે ચતરાના સિમરિયામાં અકસ્માત થયો હતો. આ વિમાનમાં દર્દી, ડોક્ગર, ર અટેન્ડેન્ટ અને પાઈલટ સહિત સાત લોકોના મોત નિપજ્યા છે.
મળતી માહિતી મુજબ રાંચીથી સાત લોકો સાથેની એર એમ્બ્યુલન્સ ચતરા જિલ્લાના સીમરિયા પાસે ક્રેશ થઈ ગઈ હતી. રાજ્ય વહીવટીતંત્ર તરફથી દુર્ઘટનાનો અહેવાલ પ્રાપ્ત થયો છે તેમ એરપોર્ટ ડિરેક્ટર કુમારે પીટીઆઈને જણાવ્યું હતું કે, એમ્બ્યુલન્સનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારપછી તે ક્રેશ થઈ ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફરો અને ક્રૂને લઈ જઈ રહેલ એક ચાર્ટર વિમાન રાંચીના એરપોર્ટથી રવાના થયું હતું. થોડાક જ સમયમાં તેનો રડાર સાથેનો સંપર્ક છૂટી ગયો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) ના અધિકારીઓએ સોમવારે મોડી સાંજે આ અકસ્માતની પુષ્ટિ કરી હતી. રાંચી એરપોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર એક મેડિકલ ફ્લાઈટ રવાના થઈ હતી. તેનો સંપર્ક આગામી સ્ટેશન સાથે સ્થાપિત કરવામાં આવ્યો હતો. ત્યારપછી નિયંત્રણ આગામી સ્ટેશનને સોંપવામાં આવ્યું હતું, પણ આ સંપર્ક તૂટી ગયો હતો. વિમાનનો રાંચી એરપોર્ટ સાથે સંપર્ક થયવો ન હતો.
આ અંગે રાજ્ય સરકારને જાણ કરવામાં આવી છે. તમામ જરૂરી સોપનું પાલન કરવામાં આવી રહ્યું છે. એક સત્તાવાર નિવેદનમાં ડીજીસીએ દ્વારા જણાવાયું છે કે, ર૩ તારીખના રેડબર્ડ એરવેઝ પ્રાઈવેટ લિમિટેડ બીચકાફટ-સી૯૦ એરક્રાફ્ટ વીટી-એજેવી ઓપરેટિંગ મેડિકલ ઈવેક્યુએશન (એર એમ્બ્યુલન્સ) ફ્લાઈટ સેક્ટર રાંચી-દિલ્હી પર ઝારખંડના ચતરા જિલ્લાના કસારિયા પંચાયત પાસે ક્રેશ થયું હતું. વિમાનમાં બે ક્રૂ મેમ્બર્સ સહિત સાત લોકો સવાર હતાં. વિમાન ભારતીય સમય મુજબ ૭-૧૧ વાગ્યે રાંચીથી ઉપડ્યું હતું. કોલકાતા સાથે સંપર્ક થયા પછી ભારતીય સમય મુજબ ૭-૩૪ વાગ્યે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો અને વારાણસીના લગભગ ૧૦૦ એનએમ દક્ષિણ-પૂર્વમાં કોલકાતા સાથે રડારનો સંપર્ક તૂટી ગયો હતો. જિલ્લા વહીવટી તંત્રની શોધ અને બચાવ ટીમ સ્થળ પર છે અને ખાનગી ટીમને તપાસ માટે મોકલવામાં આવી રહી છે.
સિમરિયા નજીક બનેલી આ દુર્ઘટનામાં જે સાત લોકોના મોત થયા છે, તેમાં કેપ્ટન વિવેક વિકાસ ભગત, કેપ્ટન સ્વરાજદીપ સિંહ, સંજય કુમાર (પેશન્ટ), ધુરૂ કિમર (પેશન્ટની એટેન્ડન્ટ), ડો. વિકાસ કુમાર ગુપ્તા (ડોક્ટર), સચિન કુમાર મિશ્રા (પેરામેડિકલ સ્ટાફ) નો સમાવેશ થાય છે.
સિમરિયા વિસ્તારના ગામલોકોએ પોલીસ અને વહીવટી તંત્રને વિમાન તૂટી પડવાની જાણ કરી હતી. વિમાનનો કોઈ પત્તો ન મળતા બચાવ ટીમોએ રાત્રે ૮-૦પ વાગ્યે કામગીરી સક્રિય રીતે હાથ ધરી હતી, જેમાં વિમાનને શોધી કાઢવામાં આવ્યું હતું. વિમાનનો કાટમાળ બાદમાં ખાસિયાતુ કરમ તાંડના ગાઢ જંગલમાં મળી આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial