Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરના વોર્ડવાર પ્રભારીઓ પણ નિમાયાઃ
જામનગર તા. ૩: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જામનગ શહેર ભાજપના વોર્ડ પ્રમાણેના હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા પ્રભારી તેમજ વોર્ડ પ્રભારીની નવનિયુક્તિને આવકારવામાં આવી રહી છે.
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠનના પ્રભારી તરીકે ધનસુખભાઈ ભંડેરીની નિમણૂક કરવામાં આવી છે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા જામનગર શહેરના ૧૬ વોર્ડના સંગઠન પ્રભારીઓની નિમણૂક કરવામાં આવેલ છે.
જે પૈકી વોર્ડ નં. ૧-સંજય મકવાણા, વોર્ડ ર-વિજયસિંહ ગોહિલ, વોર્ડ ૩-દિનેશ ગજરા, વોર્ડ નં. ૪- ભાવિશાબેન ધોળકિયા, વોર્ડ પ-મિલન વજાણી, વોર્ડ ૬-સંજય દાઉદિયા, વોર્ડ ૭- પ્રજ્ઞેશ ભટ્ટ, વોર્ડ ૮-પરસોત્તમ કકનાણી, વોર્ડ ૯-મેઘાભાઈ કાંબરિયા, વોર્ડ ૧૦-નીતિન સોલાણી, વોર્ડ ૧૧-ભરતસિંહ જાડેજા, વોર્ડ ૧ર-ભાવેશ કોઠારી, વોર્ડ ૧૩-હિરેન તખ્તાણી, વોર્ડ ૧૪-મુકેશ વસોયા, વોર્ડ ૧પ-મનિષ કનખરા, વોર્ડ ૧૬-નરભેરામ ડાકાની નિમણૂક કરવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જાડેજા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, સાંસદ પૂનમબેન માડમ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, શિણ સમિતિના ચેરમેન પરષોત્તમ કકનણી સહિત પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના અધ્યક્ષ તથા પદાધિકારીઓ, વોર્ડ પ્રમુખો, કોર્પોરટરો સહિત ભાજપ કાર્યકર્તાઓ દ્વારા શહેર સંગઠન પ્રભારી તથા વોર્ડ પ્રભારીઓની નિમણૂકને આવકારવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial