Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વુમન ક્રિકેટ પર સટ્ટો રમતો શખ્સ ઝબ્બેઃ
જામનગર તા. ૮: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર બેડ ગામ પાસે ગઈકાલે સાંજે મોટરમાં બેસી ક્રિકેટનો ડબ્બો ચલાવતા મોરબીના ત્રણ શખ્સને એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. આ શખ્સોએ પોતાની પાસે સટ્ટો રમતા ૧૬ના નામ આપ્યા છે. રોકડ, મોબાઈલ મળી રૂ. ૭ લાખ ઉપરાંતનો કબજે કરાયો છે. વુમન ક્રિકેટ પર સટ્ટો રમતા નગરના એક શખ્સને પોલીસે પકડી લીધો છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા બેડ ગામ નજીકના ટોલનાકા પાસે એક મોટર ઉભી રાખી તેમાં રહેલા ત્રણ શખ્સ ક્રિકેટનો સટ્ટો રમાડતા હોવાની બાતમી એલસીબીના કાસમભાઈ, હિતેન્દ્રસિંહ, ઋષિરાજસિંહને મળતા ગઈકાલે સાંજે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના મુજબ એલસીબી સ્ટાફે ટોલ નાકા પાસે ધસી જઈ દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી જીજે-૩૬ એએલ ૯૯૭૪ નંબરની અર્ટીગા મોટર મળી આવી હતી. તે મોટરમાંથી મોરબીનો અસલમ કાસમ પરમાર, તૌફિક હુસેન પીલુડીયા, શબ્બીર આબીદ કાદરી નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સો ગઈ કાલે કોલકાત્તાના મેદાનમાં રમાઈ રહેલા આઈપીએલના ચેન્નઈ તથા કોલકાત્તાની ક્રિકેટ ટીમ વચ્ચેના મેચ પર સટ્ટો રમાડતા હતા. આ શખ્સો મેચનો લાઈવ સ્કોર નિહાળી મોબાઈલમાં પોતાના ગ્રાહકો સાથે વાતચીત કરી જુગાર રમાડતા હતા. એલસીબીએ રૂ. ૧૧૫૦૦ રોકડા, છ મોબાઈલ, રૂ. ૭ લાખની મોટર મળી કુલ રૂ. ૭,૩૨,૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સોએ મોરબીના હનીફ મકરાણી, ડાગલી, બાપુ, અલીભાઈ, હનીફ, વીઆઈપી, એમએમ સહિતના ૧૬ ગ્રાહકના નંબર તથા કોડવર્ડવાળા નામ એલસીબીને આપ્યા છે. તમામ સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવાયો છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા કલ્યાણ ચોકમાં એક હોટલ પાસેથી ગઈકાલે બપોરે સિટી એ ડિવિઝનના સ્ટાફે ફકરૂદ્દીન અસગરઅલી કપાસી નામના રિક્ષા ડ્રાઈવરને મોબાઈલમાં ક્રિકેટનો સટ્ટો રમતો પકડી પાડ્યો છે. આ શખ્સનો મોબાઈલ તથા રોકડ મળી રૂ. ૧૧૧૫૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સ ઓમાન દેશમાં રમાતા મહિલાઓના ક્રિકેટ પર સટ્ટો રમતો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial