Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભૂકંપના શંકાસ્પદ આંચકાઓ તથા 'થાડ' ને ઈરાને નિશાન બનાવ્યા પછી સૌથી મોટા હુમલાની અમેરિકાની ધમકી
વોશિંગ્ટન/ તહેરાન તા. ૭: એક તરફ ઈરાને અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમ 'થાડ'ને શિાન બનાવી છે. તો ફરીથી ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાતા ઈરાન ગૂપચૂપ પરમારણુ પરીક્ષણ કરી રહ્યું હોવાની આશંકા ઉઠી રહી છે, તો બીજી તરફ અમેરિકાના નાણામંત્રીએ ઈરાન પર સૌથી મોટો હુમલો કરવાની ધમકી આપી હોવાથી ઈરાન માટે આજની રાત અત્યંત ભારે રહેવાની અટકળો થઈ રહી છે.
અમેરિકા અને ઈઝરાયલના ઈરાન પર સંયુકત હુમલાનો દોર હજુ યથાવત છે. ત્યારે ઈરાન પણ સામે જડબાતોડ જવાબ આપી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાએ ઈરાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીને વધુ તેજ કરવાનો નિર્ણ કર્યો છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું કે આજે રાતે ઈરાનમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરીશું. સચિવ હેગસેથ, જનરલ કેન અને પ્રમુખ ટ્રમ્પે પણ આ વાત કહી હતી. આજે અમેરિકા ઈરાની મિસાઈલ લોન્ચર મિસાઈલ બનાવતી ફેકટરીને ટારગેટ કરવાની તૈયારીમાં છે.
બીજી તરફ મિડલ ઈસ્ટના યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. સેટેલાઈટ તસવીરો પરથી ખુલાસો થયો છે કે ઈરાને અમેરિકાની સૌથી સુરક્ષિત ગણાતી એર ડિફેન્સ સિસ્ટમ થાડને નિશાન બનાવી છે. જોર્ડન, સાઉદી અરેબિયા અને યુએઈમાં આવેલા અમેરિકન રડાર બેઝ પર ઈરાને સચોટ હુમલા કરીને અમેરિકાના સંરક્ષણ કવચમાં ગાબડું પડયું છે.
અમેરિકાના મીડિયાના અહેવાલ અનુસાર અમેરિકન સૈન્ય મિડલ ઈસ્ટમાં ત્રીજું એરક્રાફટ કેરિયર પણ મોકલવાની તૈયારીમાં છે. જેનાથી યુદ્ધ વધુ ભડકી શકે છે. બીજી બાજુ ઈરાને અમેરિકા અને ઈઝરાયલને ઓપન ચેલેન્જ કરી છે કે તાકાત હોય તો ઓઈલ ટેન્કરોને અમેરિકાના યુદ્ધ જહાજોની સુરક્ષા હેઠળ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર કરી બતાવો.
યુદ્ધની સ્થિતિ વચ્ચે ઈરાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ આવ્યો છે. અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ યુએસજીએસના અહેવાલ અનુસાર શનિવારે ઈરાનના તટીય શહેર બંદર અબ્બાસના પશ્ચિમ ક્ષેત્રમાં ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેના લીધે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આ સાથે ફરી એકવાર અનેક તર્ક-વિતર્ક થવા લાગ્યા છે, અને ઈરાને ગુપચુપ પરમાણુ પરીક્ષણ કર્યુ હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.
અમેરિકાએ ઓપરેશન એપિક ફયુરી વિશે એક અઠવાડિયાની કાર્યવાહીની વિગતો જાહેર કરતાં એક વીડિયો શેર કર્યો છે. તેની સાથે કેપ્શનમાં દાવો કર્યો છે કે અમે ઈરાનમાં એક અઠવાડિયાની કાર્યવાહી દરમિયાન ૩૦૦૦થી વધુ ટારગેટ પર હુમલા કર્યા હતાં.
બીજી તરફ ઈરાનના છેલ્લા રાજાના દીકરા અને દેશનિકાલનો સામનો કરી રહેલા ક્રાઉન પ્રિન્સ રેઝા પહેલવીએ એક વીડિયોમેસેજમાં દાવો કર્યો હતો કે ઈરાનની પ્રજાએ મને દેશનું નેતૃત્વ કરવા કહ્યું છે. ઈરાનની પ્રજાએ એ જનાદેશ સ્વીકારી લીધો છે જે મને ઈસ્લામિક ગણરાજ્યના પતન બાદ દેશનું નેતૃત્વ કરવા માટે અપાયો હતો. પાંચ દાયકાથી ક્ષેત્રમાં રકતપાત અને અરાજકતા ફેલાયેલી હતી જે હવે સમાપ્તી થવી જોઈએ.
જોર્ડનના મુવફફાક સાલ્તી એર બેઝની સેટેલાઈટ તસવીરોમાં જોવા મળે છે કે અમેરિકન થાડ બેટરીનું અત્યંત આધુનિક એએન/ ટીપીવાય-૨ રડાર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. આ એક રડારની કિંમત અંદાજે અડધો અબજ ડોલર (આશરે ૪,૦૦૦ કરોડ રૂપિયા) છે. તસવીરોમાં રડારની આસપાસ મોટા ખાડા અને કાળો ધુમાડો સ્પષ્ટ દેખાય છે.
સાઉદી અરેબિયામાં આવેલા પ્રિન્સ સુલતાન એર બેઝ પાસે પણ ઈરાની હુમલાના નિશાન મળ્યા છે. ૧ માર્ચની સેટેલાઈટ તસવીરોમાં રડાર સાઈટ પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. અહીં રડાર સિસ્ટમને સુરક્ષિત રાખતો ટેન્ટ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે અને કાટમાળ વિખરાયેલો પડયો છે.
આ તરફ સંયુકત આરબ અમીરાત (યુએઈ)ના રૂવૈસ અને સાદરમાં આવેલી સૈન્ય છાવણીઓ પર પણ હુમલા થયા છે. સેટેલાઈટ એનાલિસિસ મુજબ થાડ રડાર સ્ટોર કરવા માટે વપરાતા ખાસ વ્હીકલ શેડ્સને નિશાન બનાવવામાં આવ્યા છે. બંને સ્થળોએ હુમલાની પેટર્ન લગભગ સમાન છે, જે ઈરાનની સચોટ મિસાઈલ ક્ષમતા દર્શાવે છે.
સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ રડાર સિસ્ટમ થાડ નો સૌથી મહત્ત્વનો હિસ્સો છે. તેના વિના આખી મિસાઈલ ઈન્ટરસેપ્ટર સિસ્ટમ નકામી બની જાય છે. સમગ્ર વિશ્વમાં અમેરિકા પાસે આવી માત્ર ૮ બેટરીઓ છે, જેમાંથી ૩ દેશોમાં રડારને નુકસાન થવું એ અમેરિકન સેના માટે બહુ મોટો ઝટકો છે, જેથી હવે આજે રાતે ઈરાન પર અમેરિકા વિનાશક આખરી હુમલો કરશે. તેવી આશંકા સેવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial