Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોધીકાથી દ્વારકા સુધીની અનોખી યાત્રાઃ છોટીકાશીમાં
જામનગર તા. ૨: ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની પ્રબળ બનતી માંગ વચ્ચે લોધીકાથી દ્વારકા સુધીની અખંડ જ્યોત દંડવત યાત્રાનું આયોજન થયું છે. જેમાં દ્વારકામાં પૂર્ણાહુતિ પ્રસંગે અયોધ્યા હનુમાનગઢીનાં પીઠાધીશ્વર રાજુદાસજી મહારાજ, ભોપાલનાં સાંસદ સાધ્વી પ્રજ્ઞા, રુડાબાપાની મઢી - પીપરીયાનાં સંત શ્રી વિરેન્દ્રગિરી બાપુ, સ્વામિનારાયણ સનાતન આશ્રમનાં ભક્તિ પ્રિયદાસજી સ્વામી તથા બરેલીનાં સિદ્ધપીઠ મંગલા માતા મંદિરનાં મહંત નરેન્દ્રાનંદજી મહારાજ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ અખંડ જ્યોત દંડવત યાત્રાનું હોળીનાં પર્વ પર 'છોટીકાશી' જામનગર આગમન થયું છે.
આ યાત્રા મહાપ્રભુજીની બેઠક, દરબાર ગઢ, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ - સ્વામિનારાયણ મંદિર, પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઇ ચોક, ખંભાળીયા ગેઇટ, દિગ્વિજય પ્લોટ, સુમેર ક્લબ રોડ, સાત રસ્તા, ખોડીયાર કોલોની, દિગ્જામ સર્કલ, સમર્પણ સર્કલ થઇ ખંભાળિયા હાઇ-વે થઇ દ્વારકા તરફ પ્રસ્થાન કરશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial