Advertisement
Author: નોબત સમાચાર

યુદ્ધ જેવા સંજોગોમાં મેડિકલ ઈમરજન્સી સર્જાય તો ખડેપગે રહેવા તમામ તબીબો તૈયાર

રાજયકક્ષાના ઉચ્ચ અધિકારીએ બોલાવી આઈએમએ-જામનગરની બેઠક

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦ઃ ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં જામનગર સરહદી જિલ્લો હોવાથી ગંભીર પરિસ્થિતિ સર્જાય તો તેને પહોચી વળવા માટે રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બી.એ.શાહની અધ્યક્ષતામાં અને જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં સતર્કતાના ભાગરૃપે આરોગ્ય વિષયક સેવાઓને લઈને સજ્જતા અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં જરૃરી તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.

રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર બી.એ.શાહે મેડિકલ ઈમરજન્સી સર્જાય તો તેની તકેદારીના ભાગરૃપે જામનગરની જી.જી. હોસ્પિટલના વડા તથા પ્રાઈવેટ હોસ્પિટલોના ડોકટરોએ હોસ્પિટલોમાં ઉપલબ્ધ આરોગ્ય વિષયક સુવિધાઓ અંગેની વિગતો મેળવી જરૃરી માર્ગદર્શન પૂરૃં પાડ્યું હતું. જેમાં ઓપરેશન થિએટર, આઈસીયુ, બ્લડનો જથ્થો, દવાઓનો સ્ટોક, મેડિકલ ઉપકરણો, ડોક્ટરોની ટીમ સ્ટેન્ડબાય રાખવા વગેરે મુદ્દાઓ અંગે ચર્ચા કરી તકેદારીના ભાગરૃપે એલર્ટ રહેવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

જામનગર જિલ્લો સરહદી જિલ્લો હોવાથી જરૃર પડ્યે જો બ્લેકઆઉટની સ્થિતિ સર્જાય તો હોસ્પિટલોમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને લોકોને ત્વરિત સુવિધાઓ અને સારવાર મળી રહે તે માટે જનરેટર સહિતના ઉપકરણો સુનિશ્ચિત કરવા જિલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરે સુચન કર્યું હતું. તથા જરૃર પડ્યે લોકોને તમામ સ્વાસ્થ્ય સેવાઓ ત્વરિત મળી રહે તે પ્રકારે આયોજન હાથ ધરવા જણાવ્યું હતું.

આ બેઠકમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કોઇપણ પરિસ્થિતિમાં ખડેપગે તૈયાર રહી લોકોની તથા દેશના જવાનોની મદદ કરવા સંપૂર્ણ તૈયારી અને સજ્જતા દર્શાવી હતી. જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક નિવાસી કલેકટર બી.એન.ખેર, જી.જી. હોસ્પીટલના તબીબી અધિક્ષક ડો.દીપક તિવારી,આયુર્વેદ હોસ્પિટલના તબીબો, આઈએમએના પ્રેસિડેન્ટ ડો. મેહુલ પોરેચા, આઈએમએના સભ્યો,વિવિધ બ્લડબેંકના પ્રોફેસરો, સેક્રેટરીઓ,કેમિસ્ટ એસોસિએશન વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh