Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતના 'ઓપરેશન સિંદૂર'ના પગલે
નવી દિલ્હી તા. ૭: પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતીય સૈન્ય દ્વારા ગઈકાલે રાત્રે આતંકવાદી અડ્ડાઓ પર સર્જિકલ એરસ્ટ્રાઈક કરવા 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતું અને નવ જેટલા અડ્ડાઓને નેસ્તનાબૂદ કરી નાંખ્યા હતાં.
ભારતના ઓપરેશન સિંદૂરના પગલે પાકિસ્તાનમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો છે. પાકિસ્તાનના શેરબજારમાં તોતિંગ ઘટાડો નોંધાતા રોકાણકારોને અબજો રૂપિયાનું નુક્સાન થયું છે.
પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓ પર થયેલા ભારતીય સેનાના હુમલા પછી આજે સવારે પાકિસ્તાન શેરબજારનો સ્ટોક ઈન્ડેક્સ પ.૭૮ ટકાના ઘટાડા સાથે ખુલ્યો હતો.
ભારત સરકારે પાકિસ્તાન સાથે વેપાર સહિત તમામ સંબંધોનો અંત લાવવાની જાહેરાત કરી. ભારત સરકારના આ પગલાં પછી એક તરફ તેની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે અને બીજી તરફ તેની પાકિસ્તાનનું શેરબજાર સતત તૂટી રહ્યું છે. પાકિસ્તાનના શેરબજારમાં ઘટાડાને કારણે અત્યાર સુધીમાં રોકાણકારોના અબજો રૂપિયાનું નુક્સાન થયું છે.
ઉલ્લેખનિય છે કે, સાર્ક વિઝા મુક્તિ રદ કરવાની સાથે પાકિસ્તાની રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા અને સિંધુ જળ સંધિ રદ કરવાની કાર્યવાહીથી પણ પાકિસ્તાન પરેશાન હતું. વધુમાં રર એપ્રિલના પહલગામ આતંકવાદી ઘટના પછી કરાચી સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક કેએસઈ-૧૦૦ ઈન્ડેક્સ ર૪ એપ્રિલના ટ્રેડિંગની થોડી મિનિટોમાં ર,૪૮પ પોઈન્ટ ઘટ્યો હતો અને આજે ભારતે પહલગામ હુમલાનો જવાબ આપતા ઓપરેશન સિંદૂર હાથ ધરતા પાકિસ્તાનમાં આતંકવાદીઓના અનેક ઠેકાણા નષ્ટ કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial