Advertisement
Author: નોબત સમાચાર

બ્યુટીપાર્લરના ક્લાસીસના નામે છેતરપિંડી કરવા અંગે બે મહિલા સહિત ત્રણનો છૂટકારો

૧ર વર્ષ પહેલાં કરાઈ હતી ફરિયાદઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરના એક મહિલાએ ૧ર વર્ષ પહેલાં રૂ।.ર લાખ ૬ર હજારની છેતરપિંડી કરવા અંગે ચાર વ્યક્તિ સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ત્રણ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. જામનગરના દક્ષાબેન વિનોદભાઈ નંદા નામના મહિલા પાસેથી શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નામનું ટ્રસ્ટ બતાવી મનસુખ રામભાઈ ઝણકાત, જયોત્સનાબેન વિજયભાઈ સેંડે, દીપક ભરતભાઈ દેવગણીયા, ઉર્મિલાબેન ભગવાનજી પરમાર નામના વ્યક્તિઓએ વર્ષ ૨૦૧૪માં રૂ।.૨ લાખ ૬૧ હજાર મેળવ્યા હતા.

ત્યારપછી આ વ્યક્તિઓ સામે દક્ષાબેન નંદાએ છેતરપિંડી આચરવા અંગે ફરિયાદ કરતા પોલીસે ગુન્હો નોંધ્યો હતો. આ કેસ ચાલી જતા અદાલતે આરોપી મનસુખ રામભાઈ, જયોત્સનાબેન સેંડે, ઉર્મિલાબેન પરમારનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપીઓ તરફથી વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh