Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જેલમાં કેદીઓના ટકા કરવા અંગેની મંગાયેલી માહિતી આપવા આદેશ

માહિતી ન અપાતા કરાઈ હતી બે અપીલઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગરની જિલ્લા જેલમાં છએક મહિના પહેલાં કેટલાક કેદીના ટકા કરી નાખવામાં આવ્યા હોવાની ઉઠેલી ચર્ચા વચ્ચે એક એડવોકેટે તેની માહિતી માંગવામાં આવી હતી. તે માહિતી આપવામાં ન આવી હોવાની વારાફરતી બે અપીલ કરાયા પછી ૧પ દિવસમાં માહિતી આપવાનો હુકમ આયોગ દ્વારા કરાયો છે.

જામનગરમાં પવનચક્કી વિસ્તારમાં આવેલી જિલ્લા જેલમાં છએક મહિના પહેલાં કેટલાક કેદીઓના ટકા કરી નાખવામાં આવ્યા હોવાના અહેવાલ વહેતા થયા પછી એડવોકેટ ગૌતમ ગોહિલે જેલર સમક્ષ અરજી કરી તેની વિગતો માંગી હતી. તેની માહિતી ૩૦ દિવસમાં આપવામાં આવી ન હતી.

આથી જેલ સુપ્રિ. સમક્ષ સપ્ટેમ્બર મહિનામાં અપીલ કરાઈ હતી તેની સુનાવણી નહી થતા ઓકટોબર મહિનામાં આયોગમાં અપીલ કરવામાં આવી હતી. તે અપીલ ફાઈલ થઈ ગઈ હતી. તેથી કલમ ૧૮ (૧) હેઠળ ફરિયાદ કરાતા જામનગર કલેકટર કચેરીમાં વીડિયો કોન્ફરન્સથી સુનાવણી કરાઈ હતી. તે પૂર્ણ થયા પછી ૧પ દિવસમાં જેલર અને જેલ સુપ્રિ.એ માહિતી પુરી પાડવી તેવો હુકમ આયોગ દ્વારા કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh