Advertisement
Author: નોબત સમાચાર

કૌશલનગર પાસે દુકાનમાંથી દારૂની મળી આવી ૧પ બોટલઃ એકની અટક

મોડીરાત્રે પોલીસે દુકાનમાં દરોડો પાડ્યોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના કૌશલનગર વિસ્તાર પાસે આવેલી એક દુકાનમાં ઈંગ્લીશ દારૂની બોટલ પડી હોવાની બાતમી પરથી ગઈરાત્રે પોલીસે પાડેલા દરોડામાં દુકાનમાંથી ઈંગ્લીશ દારૂની કાચની પંદર બોટલ મળી આવી હતી. આ જથ્થા સાથે દુકાનદારની ધરપકડ કરાઈ છે. જામનગરના લાલવાડી વિસ્તારથી આગળ આવેલા કૌશલનગર નજીક નવા આવાસ પાસે એક દુકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી ગઈરાત્રે સર્વેલન્સ સ્ટાફે દ્વારકાધીશ ડીલક્સ નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો. આ દુકાનની તલાશી લેવાતા તેમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાંડની ૧પ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.૧૮૭૦૦ની કિંમતની દારૂની બોટલ કબજે કરી દુકાનદાર ગુલાબનગર નજીક સિન્ડીકેટ સોસાયટીમાં રહેતા પ્રિતેશ અશોકભાઈ જાટીયાની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh