Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાજપના શાસનમાં ગુજરાતમાં જ
ખંભાળિયા તા. ૬: ગુજરાતમાં સૌથી મોટા પ્રમાણમાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં સરકારી શાળાઓમાં હજારો શિક્ષકોની ખાલી જગ્યાઓ છે, ત્યારે તેમાં ભરતી પર હજુ પ્રતિબંધ છે, જ્યારે શિક્ષણ વિભાગે ચોંકાવનારો નિર્ણય કરીને બીનગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં સ્થાનિક કક્ષાએ માત્ર શૈક્ષણિક લાયકાતના આધારે ભરતી કરવાની છૂટ અને ગુજરાતી માધ્યમ પર પ્રતિબંધ હોય, શિક્ષણ વિભાગનો બેવડા ધોરણનો નિર્ણય ભારે ચર્ચાપાત્ર બન્યો છે.
ગુજરાતી માધ્યમમાં ભરતી નહીં અને અન્ય માધ્યમની સરકારી શાળાઓમાં કોઈ જાતની સ્પર્ધાત્મક પરીક્ષા પણ લીધા વગર માત્ર પી.ટી.સી. અને બી.એડ.ના આધારે ૧૧ માસના કરારથી ર૧ હજારનો ફિક્સ પગાર ચૂકવવાનો નિર્ણય ભારે ટીકાપાત્ર બન્યો છે. જો અન્ય માધ્યમોની શાળાઓમાં શિક્ષણ બગડતું અટકાવવા ટેટ વગર પણ જો ભરતી થઈ શકતી હોય તો ગુજરાતી માધ્યમમાં કેમ નહીં?
ગુજરાતી માધ્યમમાં પણ જો પી.ટી.સી. અને બી.એડ્.ના હજારો બેકાર યુવાન-યુવતીઓ કે જે ગ્રામ્ય પંથકમાં છે તેમને ઘર આંગણે નોકરી મળી જાય અને ગ્રામ્ય પંથકની હજારો ખાલી જગ્યાઓ પણ ભરાઈ જતા શિક્ષણ બગડતું અટકે! અન્ય માધ્યમોના છાત્રોના શિક્ષણ બગડવાની ચિંતા કરતા ગુજરાતના શિક્ષણ વિભાગને શું ગુજરાતી માધ્યમના છાત્રોનું હીત નથી દેખાતું તેવો પણ વ્યાપક પ્રશ્ન સમગ્ર ગુજરાતમાં ઊઠ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial