Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં હૈયા હિલોળે ચડશેઃ રંગો-પીચકારીઓની ધૂમ ખરીદીઃ પોલીસે ગોઠવ્યો ચૂસ્ત બંદોબસ્ત

આવતીકાલે ધૂળેટીનું પર્વ રંગભેર ઉજવવા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પ્રગટાવ્યા પછી બીજા દિવસે ધૂળેટીનું પર્વ મનાવાય છે, પરંતુ આ વર્ષે ધાર્મિક માન્યતા-ગ્રહણ સહિતના કારણોસર સોમવારે હોળિકા દહ્ન પછી મંગળવારે પડતર દિવસ છે, અને બુધવારે ધૂળેટીનું પર્વ મનાવાશે. આ દિવસે જ જાહેર રજાની પણ જાહેરાત પણ કરવામાં આવી છે.

જામનગરમાં પણ આવતીકાલે ધૂળેટીનું પર્વ હર્ષોઉલ્લાસથી મનાવવા નગરજનોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં રંગો-પીચકારી વિગેરેની ધૂમ ખરીદી જોવા મળી રહી છે. ખાસ કરીને બાળકો અને યુવાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અબીલ, ગુલાલ, કેશુડાના કલરથી લોકો આ રંગોના પર્વની ઉજવણી કરશે અને મનમોટાવ, વેરઝેર, ભૂલીને એકબીજા ઉપર કલર ઊડાડી ભાઈચારાનો સંદેશો આ ઉત્સવ દ્વારા આપવામાં આવે છે. અનેક ધાર્મિક સ્થળોએ પણ આ પર્વની ઉજવણીનું આયોજન થયું છે.

લોકો શાંતિપૂર્ણ અને સુરક્ષીત માહોલમાં આ પર્વની ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્વારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો છે. ઉપરાંત હોમગાર્ડઝના જવાનો પણ બંદોબસ્તમાં જોડાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh