Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પહલગામ હૂમલાના પાપીઓને પાઠ ભણાવવાની યોજના તૈયારઃ પાકિસ્તાનમાં ફફડાટઃ અડધી રાતે યોજી પ્રેસકોન્ફરન્સ
ઈસ્લામાબાદ તા. ૩૦: આજે સવારથી રાજધાની દિલ્હીમાં હાઈલેવલ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે અને પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કરવાની તૈયારી છે, અત્યારે ચાલી રહેલી કેન્દ્રીય કેબિનેટમાં આ સુચિત આક્રમણની યોજનાને મંજૂરીની મહોર લાગશે તેમ મનાય છે. પાકિસ્તાનમાં ફફડાટ છે અને ર૪ થી ૩૬ કલાકમાં ભારત હૂમલો કરશે , તે પ્રકારનું હાઈ એલર્ટ અપાયું છે.
પાકિસ્તાનના માહિતી મંત્રીએ મંગળવારે રાત્રે ૨ વાગ્યે ઉતાવળમાં નિવેદન આપ્યું કે ભારત આગામી ૨૪ થી ૩૬ કલાકમાં હુમલો કરવાની યોજના બનાવી રહૃાું છે. દરમિયાન, એવી માહિતી છે કે ભારત તરફથી સંભવિત હુમલાના ડરથી પાકિસ્તાને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાકિસ્તાન વાયુસેનાને સતત એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહૃાું છે કે તેમનો દેશ ભારતના કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છે. દરમિયાન, એવા અહેવાલો છે કે પાકિસ્તાને સરહદ નજીકના આગળના સ્થળોએ મુખ્ય હવાઈ સંરક્ષણ સંપત્તિ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ સૈનિકો તૈનાત કર્યા છે. પાકિસ્તાન સતત હવાઈ તૈયારી કવાયત કરી રહૃાું છે. પાકિસ્તાનની આ ગતિવિધિઓ વિશે માહિતી એવા સમયે આવી છે જ્યારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એક બેઠકમાં કહૃાું હતું કે સશસ્ત્ર દળોને આતંકવાદી હુમલાના જવાબમાં કાર્યવાહી અંગે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા મુજબ સરહદ પાર અનેક સ્થળોએ પાકિસ્તાની પ્રવૃત્તિઓ મળી આવી છે. સિયાલકોટ સેક્ટરમાં ભારતીય હવાઈ ગતિવિધિઓ શોધી કાઢવા માટે પાકિસ્તાને તેની રડાર સિસ્ટમ મજબૂત બનાવી છે. લાહોર નજીક પણ આવી જ પ્રવૃત્તિ જોવા મળી હતી.
આ ઉપરાંત, પાકિસ્તાનના અન્ય વિસ્તારોમાં જેમ કે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં વધારાના સૈનિકો મોકલવામાં આવી રહૃાા છે. ભારત સાથેની નિયંત્રણ રેખા (એલઓસી) પર તૈનાત પાકિસ્તાની સેનાને બેકઅપ સપોર્ટ પૂરો પાડવા માટે નવા સૈનિકો તૈનાત કરવામાં આવી રહૃાા છે.
પહેલગામ હુમલા પછી, નિયંત્રણ રેખા પર તણાવ વધી ગયો છે અને છેલ્લા છ દિવસથી સતત ગોળીબાર ચાલુ છે. આ બાબતથી પરિચિત લોકોના જણાવ્યા અનુસાર, ફિરોઝપુર સેક્ટરમાં સક્રિય મોરચા પર ઇલેક્ટ્રોનિક યુદ્ધ સાધનો પણ મોકલવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિઓ સૂચવે છે કે પાકિસ્તાન મુખ્ય આતંકવાદી જૂથોના મુખ્યાલય અથવા ઠેકાણાઓ પર લાંબા અંતરના હુમલા કરવાની તૈયારી કરી રહૃાું છે.
રાજધાની દિલ્હીમાં બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે. પહેલગામ હુમલા પછી પહેલીવાર રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ બેઠકમાં પીએમ મોદીએ પણ હાજરી આપી હતી. આ સમિતિને સુપર કેબિનેટ પણ કહેવામાં આવે છે. તે પહેલા પીએમ મોદીએ ત્રણેય સેના પ્રમુખો, એનએસએ અજિત ડોભાલ, સીડીએસ અનિલ ચૌહાણ સાથે દોઢ કલાક સુધી ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. પીએમ મોદીએ સશસ્ત્ર દળોને છૂટ આપી અને કહ્યું કે સેનાએ આતંકવાદ સામે કાર્યવાહીની પદ્ધતિ, લક્ષ્ય અને સમય નકકી કરવો જોઈએ.
૨૨ એપ્રિલે પહેલગામ હુમલામાં ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા પછી ૨૩ એપ્રિલે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (સીસીએસ)ની બેઠક મળી હતી. તે પછી દરરોજ ઉચ્ચસ્તરિય બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે.
પાકિસ્તાન તરફથી પણ સતત નિવેદનો આવી રહ્યા છે. મંગળવારે મોડી રાત્રે આઈટી મંત્રી અતાઉલ્લાહ તરારે કહ્યું કે ભારત આગામી ૨૪ થી ૩૬ કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યું અમારી પાસે હુમલા વિશે નકકર માહિતી છે.
પાકિસ્તાનમાં હાઈએલર્ટ આપવાની સાથે સાથે એક દિવસ માટે શાળા-કોલેજોમાં રજા અપાઈ છે અને એરફોર્સને પણ સતર્ક રખાયું હોવાનું જાણવા મળે છે.
અત્યારે આ લખાય છે ત્યારે કેન્દ્રિય કેબિનેટની બેઠક ચાલી રહી છે, જેમાં પાકિસ્તાન પર પ્રચંડ પ્રહાર કરવાની યોજનાને મંજુરીની મહોર લાગશે તેવી અટકળો છે.
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું છે કે અમે અમારી સેનાને મજબૂત બનાવી છે, કારણ કે ભારતીય ખૂસણખોરીની સંભાવના ખૂબ જ છે. આ બાબતથી વાકેફ લોકોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સેનાના છઠ્ઠા આર્મ ડિવિઝન અને સાતમા પાયદળ ડિવિઝનની ગતિવિધિઓ પીઓકેના બાગ, રાવલકોટ અને ટોલી પીરમાં જોવા મળી છે. આ પ્રવૃત્તિને અસામાન્ય ગણાવવામાં આવી રહી છે, કારણ કે છઠ્ઠી આર્મર્ડ ડિવિઝન ગુજરાવાલામાં સ્થિત છે અને ૭ મી પાયદળ સામાન્ય રીતે પંજાબ સરહદ પર તૈનાત હોય છે.
બાગ, ટોલી પીર અને રાવલકોટ વિસ્તારોમાં પાકિસ્તાની આર્ટિલરી સિસ્ટમ અને લાંબા અંતરના રોકેટની તૈનાતી પણ જોવા મળી છે. પાકિસ્તાને પીઓકેમાં ૧૦૦ કિલોમીટરથી વધુની રેન્જ ધરાવતા ચીની મૂળના એ-૧૦૦ મલ્ટી-બરેલ રોકેટ લોન્ચર્સ તૈનાત કર્યા છે. છમ્બ સેકટરમાં અલખાલિદ મુખ્ય યુદ્ધ ટેન્ક ઉપરાંત કેઆરએલ-૧રર એમબીઆરએલની જમાવટ જોવા મળી છે. જેની અંદાજિત રેન્જ લગભગ ૪૦ કિલોમીટર છે.
ના૫ાક દેશની નફફટાઈ
પહલગામ હુમલાની જવાબદારીમાંથી ટીઆરએફનું નામ પાકિસ્તાને જ હટાવ્યુ !
પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારીમાંથી હાથ ઝાટકી દેનારા પાકિસ્તાને પોતાની જ સંસદમાં સ્વીકાર્યું છે કે, તેણે જ યુએનએસસીના પ્રસ્તાવમાંથી પહલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકી જુથ ટીઆરએફનું નામ દૂર કર્યું હતું. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે સંસદમાં કબૂલ્યું હતું કે, મેં જ યુએનએસસી (યુનાઈટેડ નેશન્સ ઓફ સિકયુરીટી કાઉન્સિલ) દ્વારા મોકલવામાં આવેલ પ્રસ્તાવમાંથી પહલગામ આતંકી હુમલા માટે જવાબદાર આતંકી સંગઠન ટીઆરએફ (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ)નું નામ દૂર કર્યું હતું. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું આતંકી જૂથ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટે ૨૨ એપ્રિલે પહલગામ આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. પરંતુ બાદમાં અચાનક જ આ જવાબદારીમાંથી હાથ ઝાટકયા હતાં કે, તેના આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી. ટીઆરએફની પલટીથી જ લોકોએ અંદાજ લગાવ્યો હતો કે, પાકિસ્તાને જ આમ કરવાનો આદેશ આપ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial