Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમેરિકાએ યુદ્ધના કારણે છૂટછાટ આપતા
નવી દિલ્હી તા. ૬: યુદ્ધ વચ્ચે ભારતને મોટી રાહત થઈ છે. અમેરિકાએ રશિયન ઓઈલ ખરીદવા ૩૦ દિવસની વિશેષ છૂટ આપી છે.
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક ઓઈલ બજારમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારત માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાએ એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેતા રશિયાને ભારતને ઓઈલ વેચવા માટે ૩૦ દિવસની કામચલાઉ છૂટ આપી છે.
આ નિર્ણયથી છેલ્લા કેટલાય સમયથી સમુદ્રમાં અટવાયેલા રશિયન ઓઈલના ટેન્કરો માટે ભારતનો રસ્તો સાફ થઈ ગયો છે. ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે ગ્લોબલ ઓઈલ માર્કેટ પર મોટું દબાણ સર્જાયું છે. આ દબાણને ઓછું કરવા માટે વોશિંગ્ટને રશિયા પરના પ્રતિબંધોમાં થોડી ઢીલ આપી છે.
અમેરિકી વહીવટીતંત્રે ભારતને રશિયન ઓઈલના શિપમેન્ટ સ્વીકારવા માટે ૩૦ દિવસની 'ટેમ્પરરી ડિસ્પેન્સેશન' (અસ્થાયી છૂટ) મંજૂર કરી છે. અગાઉ અમેરિકન પ્રતિબંધો અને વીમા-ચુકવણીની અનિશ્ચિતતાને કારણે રશિયાના અનેક ઓઈલ ટેન્કરો ભારતના કિનારા પાસે સમુદ્રમાં લંગરાયેલા હતા.
ભારતીય રિફાઇનરીઓ પણ નિયમોના ઉલ્લંઘનના ડરથી આ ઓઈલ ઉતારતા અચકાતી હતી. હવે આ નવી છૂટને કારણે સમુદ્રમાં ભટકી રહેલા રશિયન ઓઈલને ભારતીય બંદરો પર ઉતારી શકાશે. અમેરિકાની આ જાહેરાત બાદ ભારતની સરકારી ઓઈલ કંપનીઓ જેવી કે ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને એમઆરપીએલએ રશિયન ક્રૂડ ઓઈલની ડિલિવરી લેવા માટે વેપારીઓ સાથે વાતચીત શરૂ કરી દીધી છે.
અહેવાલો મુજબ, ભારતીય રિફાઇનરીઓએ વેપારીઓ પાસેથી અંદાજે ૨૦ મિલિયન બેરલ રશિયન ઓઈલ પહેલેથી જ ખરીદેલું છે, જે હવે ભારત પહોંચશે. યુક્રેન યુદ્ધ બાદ અમેરિકાએ રશિયા પાસેથી ઓઈલ ન ખરીદવા માટે ભારત પર દબાણ કર્યું હતું, પરંતુ ભારતે હંમેશાં પોતાના રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપ્યું છે.
ટ્રમ્પ વહીવટીતંત્રની કડક નીતિઓ છતાં ભારતે રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખ્યું હતું. હવે ઈરાન સંકટ સમયે અમેરિકાએ પોતે જ આ છૂટ આપવી પડી છે જેથી વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવમાં ભડકો ન થાય.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial