Advertisement
Author: નોબત સમાચાર

લુણંગ ગણેશદેવ ઉત્સવ અન્વયે ઘુમલીમાં જનરલ મિટિંગનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: દેવભૂમિ દ્વારકા જિલ્લા, ભાણવડ તાલુકામાં ઘુમલીમાં મહેશ્વરી મેઘવાર સંપ્રદયાના પૂ. લુણંગ ગણેશદેવનું સ્થાનક આવેલ છે. ત્યાં ઘણાં વર્ષોથી ચૈત્રસુદ ચોથના દિવસે લુણંગ ગણેશદેવ ઉત્સવનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે પણ ટ્રસ્ટ દ્વારા લુણંગ ગણેશદેવ ઉત્સવ-ર૦ર૬ નું આયોજન આગામી ચૈત્રસુદ ૪ ના કરવાનું હોય, આયોજન સારી રીતે થાય, યાત્રાળુઓ-દર્શનાર્થીઓને મળતી સુવિધામાં વધારો થાય તેમજ પવિત્ર જગ્યાની શોભામાં અભિવૃદ્ધિ થાય તે માટે સૂચન, મંતવ્ય મેળવવા માટે એક મિટિંગનું આયોજન તા. ૧-૩-ર૦ર૬, રવિવારે સવારે ૧૧ કલાકે લુણંગ ગણેશદેવનું મંદિર, ઘુમલીમાં કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં તમામ જ્ઞાતિજનો, ધર્મગુરૂઓ, ટ્રસ્ટ, સમિતિ, સંગઠનના તમામ હોદ્દેદારો/સભ્યોને પધારવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh