Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણીનું મતદાન સંપન્નઃ ૯૦ ટકા મતદાન

ચાલુ મતદાને વકીલો વચ્ચે મામલો ગરમાયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરમાં ગઈકાલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ર૩ હોદ્દેદારોની વરણી માટે યોજાયેલા મતદાનમાં ૯૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે. મતપેટીઓને ઓબ્ઝર્વરો તથા પોલીંગ ઓફિસર્સની દેખરેખ હેઠળ લઈ જવામાં આવી હતી. આગામી સપ્તાહે મતગણતરી પૂર્ણ થયા પછી પરિણામ જાહેર થશે. ગઈકાલે ચાલુ મતદાને કોઈ બાબતે બે વકીલ વચ્ચે બોલાચાલી થયાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાતના બાર કાઉન્સિલના આગામી પાંચ વર્ષના સુત્રધારોની વરણી માટે ગઈકાલે ગુજરાતભરમાં ૭૬ હજારથી વધુ એડવોકેટ્સે મતદાન કર્યું હતું. જેમાં કારોબારીના ર૩ સભ્યોની વરણી માટે જામનગરમાં પણ યોજાયેલા મતદાનમાં ૯૦ ટકા જેવું મતદાન નોંધાયંુ છે.

જામનગરના નોંધાયેલા વકીલ મિત્રોમાંથી ૧૬૬૪ એડવોકેટ્સે જિલ્લાભરમાં પોતાનો મત આપ્યો હતો. મતદાન પૂર્ણ થયા પછી ઓબ્ઝર્વરો અને મુખ્ય પોલીંગ અધિકારીઓની દેખરેખમાં મતપેટીઓ લઈ જવામાં આવી હતી.

ગઈકાલના જામનગરમાં થયેલા મતદાન વેળાએ સવારથી જ મત આપવા માટે વકીલ મિત્રોએ ભીડ જમાવી હતી. તે દરમિયાન જાણવા મળ્યા મુજબ બે વકીલ વચ્ચે કોઈ બાબતે વિખવાદ થતાં થોડીક ક્ષણો માટે મામલો ગરમાઈ ગયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh