Advertisement
Author: નોબત સમાચાર

અમૃતસરના સ્વર્ણમંદિરના હેડ ગ્રંથી જ્ઞાની રઘવીરસિંહજીનું નગરમાં આગમન

જામનગરમાં ગુરૃદ્વારામાં તેગ બહાદુરજીની શહીદીના ૩૫૦મા વર્ષને અનુલક્ષી ધર્મોત્સવ

                                                                                                                                                                                                      

જામનગર ગુરૃદ્વારા સિંઘ સભામાં શ્રી ગુરૃ તેગ બહાદુરજીની શહીદીના ૩૫૦ મા વર્ષને અનુલક્ષીને ભવ્ય ધાર્મિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંજાબના અમૃતસરના વિશ્વ વિખ્યાત શ્રી હરમંદિર સાહેબ (સ્વર્ણમંદિર)ના હેડ ગ્રંથી (મુખ્ય પૂજારી) જ્ઞાની રઘવીરસિંહજીનુ જામનગરમાં આગમન થયું છે. આ ઉપરાંત હેડગ્રંથી દિલ્હી ગુરૃદ્વારા પ્રબંધક કમિટી, ગુરૃદ્વારા શ્રી નાનક પ્યાઉંના હેડ ગ્રંથ જ્ઞાની બચિતસિંઘજી, જ્ઞાની હરબંસ સિંઘ તરનતારનવાલે તથા સરદાર રામસિંઘ રાઠોડ(ઇન્ચાર્જ, શીખ મિશન ગુજરાત,કર્ણાટક, ગોવા) સહિતનાં સમુદાયના અગ્રણીઓ પણ નગરમાં પધાર્યા છે. ધાર્મિક સમારંભ દરમ્યાન ગુરુમુખી ભાષા અભ્યાસ પૂર્ણ કરેલ વિદ્યાર્થીઓ માટે ખાસ સન્માન સમારંભ યોજાશે. જેમાં શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને દિલ્હી શિખ ગુરુદ્વારા પ્રબંધક કમિટી તરફથી પ્રમાણપત્ર અને આભારપત્ર એનાયત કરવામાં આવશે. આ સમારંભમાં શ્રી હરમંદિર સાહેબના હઝૂરી રાગી ભાઈ સુખજીતસિંઘ દ્વારા શબદ કીર્તન કરવામાં આવશે અને જ્ઞાની બચીતસિંઘ કથા કીર્તન કરવામાં આવશે.મોટી સંખ્યામાં લોકો આ સભારંભમાં લાભ લઇ રહૃાા છે. કાર્યક્રમનાં સમપાન પ્રસંગે ગુરુકા લંગરનું આયોજન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh