Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓર્ડર કેન્સલ થયો છે તેમ કહી ઓટીપી લેવાયોઃ
જામનગર તા. ૫: જામનગરના એક આસામીએ મીશો નામની એપ્લીકેશન પરથી પ્લાસ્ટિકનું ટેબલ ખરીદવા માટે ઓર્ડર નોંધાવ્યા પછી ઓર્ડર કેન્સલ થઈ ગયો છે તેમ જણાવી એક શખ્સે ઓટીપી મેળવ્યા પછી આ યુવાનના ખાતામાંથી રૂ।.૨,૨૪,૬૨૭ની ઉડાવી લીધી છે. છેતરપિંડીનો ભોગ બનનાર આ યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ પાછળ વસવાટ કરતા કિશનભાઈ અમૃતલાલ ગોંડલીયા (ઉ.વ.ર૯) નામના શ્રમિકે પોતાના ઘર માટે પ્લાસ્ટિકનું ટેબલ ખરીદવા માટે ઓનલાઈન વેપાર કરતી કેટલીક સાઈટ્સ જોયા પછી ગઈ તા.૭ જાન્યુઆરી સવારે મીશો નામની એપ પર પોતાનું ગમતું હતું તેવું ટેબલ ઓર્ડર પર મૂક્યું હતું.
આ ટેલબ ૯ તારીખ સુધી ન આવતા કિશનભાઈએ તે એપ પર ઓર્ડર કરેલા ટેબલમાં દૃશ્યમાં દેખાતા મોબાઈલ નંબર પર સંપર્ક કરતા ૮૯૨૭૪ ૪૯૨૦૯ નંબર પર સામા છેડે રહેલા કૃણાલ કુમાર નામના શખ્સે તમારો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે તેમ જણાવ્યું હતું અને ઓર્ડર યથાવત રાખવો હોય તો ઓટીપી આપવો પડશે તેમ કહ્યું હતું.
આ શખ્સની વાતમાં આવી ગયેલ કિશનભાઈએ ઓટીપી આપવા ઉપરાંત કૃણાલ કુમારના કહેવા મુજબ પોતાના મોબાઈલમાં રહેલી ફોન પે એપ પર એક આઈડી બનાવી આપી હતી તે પછી કિશનભાઈના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂ।.૨,૨૪,૬૨૭ ઉપડી ગયા હતા.
હાંફળાફાંફળા બનેલા આ યુવાને કૃણાલ કુમારનો ફરીથી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યા પછી પણ તેમની રકમ પરત ન મળતા આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા કિશનભાઈએ ગઈકાલે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ એન.બી. ડાભીની સૂચનાથી પીએસઆઈ એસ.એમ. સીસોદીયાએ આ બનાવની તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial