Advertisement
Author: નોબત સમાચાર

ગુલાબનગર નજીકની સોસાયટીમાં જલભરાવ અંગે સ્થાનિક રહેવાસીઓના નિવેદન લેવાયા, હવે શું?

મુખ્યમંત્રીને લેખિત રજૂઆત પછી તંત્ર સળવળ્યું!

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: જામનગરના ગુલાબનગર નજીકની સોસાયટી વિસ્તારમાં ભરાતા વરસાદના પાણીનો પ્રશ્ન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના દરબારમાં પહોંચ્યો. તે પછી સ્થાનિકોએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતના સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક રહીશોના નિવેદનો લેવાયા હોવાનું જાણવા મળે છે.

જામનગરના ગુલાબનગર નજીકના વિસ્તારમાં આવેલી જુદી જુદી સોસાયટીઓમાં દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા રહે છે જે મામલે સ્થાનિક કક્ષાએ અનેક રજૂઆતો કરાયા પછી રહેવાીસઓએ આખરે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી, જેની ફળશ્રુતિ સ્વરૂપે સ્થાનિક કક્ષાએ તપાસ કરવાના આદેશો છૂટ્યા હતાં, અને જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક નાગરિકોનું નિવેદન લેવામાં આવ્યું છે, અને આ વિસ્તારમાં અડચણરૂપ એક દીવાલ કે જેને દૂર કરવા સહિતની સ્થાનિકો માંગણી કરી રહ્યા છે, અને આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો પ્રશ્ન કાયમી હલ કરી દેવા રજૂઆત કરવામાં આવી છે.

નારાયણનગર, મોહનનગર, સત્યમ્ કોલોની, રાજમોતીનગર સહિતની સોસાયટીઓમાં દર વર્ષે ચોમાસાની સિઝનમાં પાણી ભરાય છે, અને લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારના સ્થાનિક નાગરિકોએ જામનગર મહાનગર પાલિકાના તંત્રને ઉપરાંત સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ વગેરેને તેમજ ધારાસભ્ય, સંસદસભ્યને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેઓને આજ સુધી ન્યાય મળ્યો ન હોવાથી આખરે આ મામલો ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી સમક્ષ લઈ જવામાં આવ્યો હતો, અને ત્યાં પણ અરજી કરાઈ હતી.

જે અરજીના અનુસંધાને જામનગરના જિલ્લા કલેક્ટર દ્વારા સ્થાનિક લેવલે આ બાબતે તપાસ કરી ત્યાંના રહેવાસીઓના નિવેદન નોધવા માટે હુકમ કરાયો હતો, જેના અનુસંધાને જિલ્લા પોલીસવડાની આગેવાનીમાં સિટી 'એ' ડિવિઝનના પોલીસ સ્ટાફ દ્વારા સ્થાનિક રહેવાસી એવા નારણભાઈ મુરૂભાઈ આહિરનું નિવેદન લેવામાં આવ્યું હતું અને પાણી ભરાવાની સમસ્યા અને સર્વે રહેવાસીઓની રજૂઆત મામલે નિવેદન નોંધ્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગુલાબનગરમાં પ્રભાતપરા પાસે રેલવેએ બનાવેલા પાણીના નિકાલ માટેના પુલિયા કે જ્યાં આરસીસીની દીવાલ બનાવી દેવામાં આવી છે, અને બિલ્ડર લોબીને ફાયદો કરાવવા માટે આ બાંધકામ થયું હોવાનો આક્ષેપ પણ કરાયો છે. જે ફરી તોડીને કુદરતી પાણીનો જે રીતે નિકાસ હતી તેવી વ્યવસ્થા ફરીથી ચાલુ કરવા માટેની સ્થાનિકો દ્વારા માગણી કરવામાં આવી છે. તે અંગેનો અહેવાલ તૈયાર કરીને જામનગર મહાનગર પાલિકાના કમિશનર તેમજ જિલ્લા કલેક્ટરને સુપ્રત કરી દેવાયો છે, પરંતુ તંત્ર કદમ ક્યારે ઊઠાવશે, તે અંગે લોકો ચિંતિત જણાઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh