Advertisement
Author: નોબત સમાચાર

પીઓકેમાં દહેશતનો કફર્યુઃ બેન્કો- શાળા- કોલેજ- મદ્રેસાઓ- એટીએમ બંધઃ સરકારી કચેરીઓને તાળા

ભારતના સંભવિત હુમલાના ડરથી ફફડતા લોકો આવશ્યક ચીજવસ્તુઓ સંગ્રહવા લાગ્યા

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૩: ભારતના સંભવિત હુમલાની દહેશતથી પીઓકેમાં કફર્યુ જેવી સ્થિતિ શાળા-કોલેજો-બેંકો-એટીએમ બંધ તમામ સરકારી ઓફિસોને તાળા લાગ્યા છે. લોકો ખાવા-પીવાની ચીજોનો સંગ્રહ કરવા લાગ્યા છે. ૧૦૦૦થી વધુ મદ્રેસા પણ બંધ છે. ૧૦ દિ' માટે તમામ ધાર્મિક આયોજન બંધ કરાયા છે.

પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતના બદલાના ડરથી પાકિસ્તાનીઓમાં એટલી હદેશત ભરાઈ ગઈ છે કે ત્યાં કફર્યુ જેવી સ્થિતિ છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હજારો મદરેસા અને શાળાઓ ઉપરાંત, બેંકો અને એટીએમ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. ઓફિસોમાં પણ ફક્ત ઈમરજન્સી સેવાઓ પૂરી પાડતા વિભાગો જ ખુલી રહૃાા છે. એક હજારથી વધુ મદરેસા ૧૦ દિવસથી બંધ છે. ભારત તરફથી સંભવિત હુમલાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. પાકિસ્તાની બેંકો પણ એલઓસી નજીક પોતાની શાખાઓ બંધ કરી રહી છે.

પાકિસ્તાનની હબીબ બેંક લિમિટેડે પીઓકેમાં તેની શાખા અચાનક બંધ કરી દીધી છે. શાખાની બહાર લાગેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે એલઓસીમાં સુરક્ષા કારણોસર બેંકનું એટીએમ બંધ છે.

પીઓકેની સરકાર હુમલાના ડરમાં જીવી રહી છે, તેમણે લોકોને બે મહિના માટે રાશન એકત્રિત કરવા કહૃાું છે. પીઓકેના વડા પ્રધાન ચૌધરી અનવરુલ હકે એલઓસીની સરહદે આવેલા તમામ ૧૩ જિલ્લાઓમાં લોટ, કઠોળ અને ચોખાના બે મહિનાના રાશનનું વિતરણ કરવાનો આદેશ આપ્યો છે.

દરેકને દવાઓ અને અન્ય જરૂૂરી વસ્તુઓ એકત્રિત કરવાનું પણ કહેવામાં આવ્યું છે. શુક્રવારે પાકિસ્તાની સેનાના ઉચ્ચ અધિકારીઓની એક કટોકટી બેઠક યોજાઈ હતી. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને ટોચના જનરલોએ તેમાં ભાગ લીધો હતો. કોર્પ્સ કમાન્ડરોની આ બેઠક રાવલપિંડીના મુખ્યાલયમાં થઈ હતી. આમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે લશ્કરી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. પાકિસ્તાની સેનાએ કહૃાું કે તે કોઈપણ હુમલાનો યોગ્ય જવાબ આપશે.

પાકિસ્તાનના વડાપ્રધાન મોહમ્મદ શાહબાઝ શરીફે સાઉદી અરેબિયાના રાજદૂત નવાફ બિન સઈદ અલ મલિકીને મળ્યા હતા. પહલગામ આતંકવાદી હુમલા પર તણાવ વચ્ચે, શરીફે કહૃાું કે પાકિસ્તાન તમામ પ્રકારના આતંકવાદની નિંદા કરે છે. તેમણે સાઉદી અરેબિયા જેવા મિત્ર દેશોને આ ક્ષેત્રમાં તણાવ ઓછો કરવા માટે ભારતને મનાવવા વિનંતી કરી. તેમણે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે પણ પ્રાર્થના કરી હતી.

દુનિયાભરમાંથી સમર્થન ન મળવાને કારણે પાકિસ્તાન હતાશ છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહૃાું છે કે જો ભારત સિંધુ નદી પર કોઈ માળખું બનાવીને પાણી રોકવાનો પ્રયાસ કરશે તો તેમનો દેશ હુમલો કરશે. પહલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ રદ કરવાનો નિર્ણય લીધો છે. આસિફ સતત ધમકી આપી રહૃાો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh