Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા નગરપાલિકાની વોર્ડ રચના અંગેનું જાહેરનામું માન્ય

અનામત અંગે રજૂ થયા વાંધા-સૂચનોઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૧: ખંભાળીયા નગરપાલિકા તાજેતરમાં 'એ' ગ્રેડની પાલિકા થતાં તથા નજીકના ગામો હર્ષદપુર, રામનગર, શક્તિનગર તથા ધરમપુરના વિસ્તારો ખંભાળીયામાં ભળી જતાં નવા વોર્ડના સીમાંકન સાથે હાલના સાત વોર્ડના બદલે નવ વોર્ડ થયેલા તથા નવી વોર્ડ રચના તથા અનામત બેઠકો અંગેના જાહેરનામા તથા તે અંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અરજદારો, પાલિકા સદસ્યો, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા પણ થઈ હતી, જેમાં અનુ. જાતિની વસતિની વધુ સંખ્યાવાળા વોર્ડને બદલે અન્ય વોર્ડ ઓછી વસતિવાળામાં  આ અનામત હોવાનો વાંધો રજૂ થયો હતો પરંતુ તે વાંધો માન્ય રહ્યો નહોતો. બે અનુ. જાતિ અનામત અને નવ સ્ત્રી અનામત તથા બક્ષીપંચ અનામત અને સામાન્ય આ તમામ બેઠકોની જે જાહેરાત થઈ હતી તે માન્ય રાખવા માટે રાજ્યના ચૂંટણીપંચના સચિવ દ્વારા નિર્ણય જાહેર થયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh