Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સંસદીય મતવિસ્તારની ૨૨૬ શાળા માટે 'વિસ્ટા' કંપની દ્વારા વોટર પ્યુરીફાયર અને વોટર કુલરની ભેટ

સંસદસભ્ય ૫ૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ કરાયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લાઓની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે વોટર પ્યોરીફાયર સાથે વોટર કુલરના સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જે માટે વિસ્ટા કન્સોલ્સ ઈલેકટ્રોનિકસ પ્રા. લિ. દ્વારા સાંસદ પૂનમબેનની પ્રેરણાથી સામાજિક ઉતરદાયિત્વના ભાગરૂપે સેવાકીય કાર્ય હાથ ધરાયુ હતું.

ભારતના વિશેષ ઉજ્જવળ ભાવિ સમાન શાળાના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનયજ્ઞને આગળ ધપાવવાની સાથે સાથે પીવાના શુદ્ધ અને ઠંડા પાણીની સુવિધાઓ મહત્ત્વ ધરાવે છે ત્યારે વિસ્ટા કન્સોલ્સ ઈલેકટ્રોનિકસ પ્રા. લિ. દ્વારા સામાજીક ફરજના ભાગરૂપે, જામનગર સંસદીય વિસ્તારની વિવિધ ૨૨૬ શાળાઓમાં વોટર પ્યુરીફાયર સાથેના વોટર કુલર ભેટ આપવાનું સેવાકીય કાર્ય હાથ ધરવામાં આવ્યુ હતું.

આ સેવાયજ્ઞ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૦૨ શાળાઓમાં વોટર કુલર સાધન સહાયનું દેવભૂમિ દ્વારકા જિલ્લાના મથક જામખંભાળિયાના નગરપાલિકાના ટાઉનહોલથી ૧૨-જામનગર લોકસભા વિસ્તારના સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે તા. ૨૭ના લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

ખંભાળિયામાં મંત્રી મૂળુભાઈ બેરા, ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, વિસ્ટા કન્સોલ્સ કંપની નોયડાના ડે. મેનેજર અમિત યાદવ, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના પ્રમુખ, જિલ્લા-તાલુકા પંચાયતોના ચૂંટાયેલા પદાધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારી જાડેજા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ તેમજ વિવિધ સમાજ અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો તથા શાળાના આચાર્ય દેવભૂમિ શિક્ષણ પરિવાર બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

આજ રીતે તા. ૨૮ના જામનગરના મ્યુનિસિપલ ટાઉનહોલમાં સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે જામનગર અને મોરબી જિલ્લાની ૧૨૪ શાળાઓ માટે વોટર પ્યુરીફાયર સાથેના વોટર કુલરના લોકાર્પણ કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે જામનગર મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને દિવ્યેશભાઈ અકબરી, વિસ્ટા કન્સોલ્સ કંપની નોયડના ડે. મેનેજર અમિત યાદવ, ભાજપ જિલ્લા પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી અને શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ પરસોતમભાઈ કકનાણી, ધરમશીભાઈ ચનીયારા, માર્કેટીંગ યાર્ડ ચેરમેન મુકુંદભાઈ સભાયા, જિલ્લા સહકારી બેંક ચેરમેન જીતુભાઈ લાલ, માજી મેયર હસમુખભાઈ જેઠવા અને દિનેશભાઈ પટેલ, દંડક કેતનભાઈ નાખવા, શાસકપક્ષ નેતા આશિષભાઈ જોશી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હસમુખભાઈ કણજારીયા, કારોબારી ચેરમેન ચંદ્રિકાબેન અઘેરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્યો મહાનગર પાલિકાના કોર્પોરેટરો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો, વિવિધ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ અને તમામ લાભાર્થી શાળાના આચાર્યો, નગરજનો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh