Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬: જામનગરથી મુંબઈ વચ્ચે હાલ દૈનિક એક વિમાન સેવા ઉપલબ્ધ છે. જ્યારે હવે એ સેવામાં વધુ ઉમેરો થઈ રહ્યો છે અને જામનગરથી મુંબઈ અને નવી મુંબઈ માટે હવાઈ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે.
તા. ૨૯ માર્ચથી જામનગર-મુંબઈ વચ્ચે વધારાની વિમાની સેવા શરૂ થઈ રહી છે. જે મુંબઈથી સવારે ૬:૫૦ કલાકે વિમાન ઉડાન ભરશે અને સવારે ૮:૧૦ કલાકે આ વિમાન જામનગર ઉતરાણ કરશે અને સવારે ૮:૫૦ કલાકે તે વિમાન મુંબઈ માટે રવાના થશે અને સવારે ૧૦:૨૦ કલાકે મુંબઈ પહોંચશે. એર ઈન્ડિયાનું નીઓ-૩૨૦ એર ક્રાફટની આ સેવા મળનાર છે
આ ઉપરાંત ઈન્ડિગો પણ પોતાની હવાઈ સેવા શરૂ કરી રહ્યું છે. જે નવી મુંબઈથી સાંજે ૪ વાગ્યે રવાના થઈ જામનગર ૫:૩૦ કલાકે આવશે અને સાંજે ૬:૧૦ કલાકે જામનગરથી ઉડાન ભરશે અને સાંજે ૭:૪૫ કલાકે નવી મુંબઈ પહોંચશે. આ માટે એ-૩૨૦ એર ક્રાફટનો ઉપયોગ થનાર છે. આમ, જામનગર વાસી ઓને સવાર અથવા સાંજેની ફલાઈટની માંગ કરી રહ્યા હતા, જે માંગણી હવે પરિપૂર્ણ થવા જઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial