Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કામ પૂરા ભી નહીં હુઆ, બરબાદી શુરૂ હો ગઈ, અભી તો શરૂઆત હૈ... આગે આગે દેખો, હોતા હૈ ક્યા? સવાલ યે હૈ કી અભી તંત્ર સોતા હૈ ક્યા?
જામનગરમાં હાલાર હાઉસ-સુભાષ બ્રિજથી સાત રસ્તા સુધીનો અતિ મહત્ત્વનો મેગા પ્રોજેક્ટ ફ્લાય ઓવરના નિર્માણો ચાલી રહ્યા છે. આ ફ્લાય ઓવરનું નિર્માણ કામ પૂર્ણ થાય અને મહાનગરપાલિકા તેનો વિધિવત્ કબજો લ્યે તે પહેલા આ ફ્લાય ઓવરના પીલરો નીચે અત્યારથી જ દબાણો શરૂ થઈ ગયા છે. ગુરુ દ્વારા ચોકડીથી સાત રસ્તા સુધીના માર્ગ ઉપર અસંખ્ય ઢોર પડ્યા પાથર્યા રહેતા હતાં, હવે આ ઢોર પીલરોની નીચે અડીંગો જમાવી રહ્યા છે. ગંદકી અને અકસ્માતનું જોખમ યથાવત્ જ છે. અંબર ચોકડી પાસેની રેલવેની જગ્યાના દબાણકર્તાઓ ફ્લાય ઓવરના પીલરો નીચે આશરો લઈ ત્યાં ખડકાઈ રહ્યા છે. એટલું જ નહીં, આ દબાણવાળાઓએ તો પીલરોમાં ખીલ્લા ઠોકીને કપડા સૂકવવા, ઠામ-વાસણ અને માલસામાન રાખવા, અભેરાઈઓ બનાવવાનું શરૂ કરી દીધું છે. તેમાંય એકાદ-બે પીલર નીચે તો આગનો ભડકો થયો હોય તેમ આખો પીલર કાળો થઈ ગયો છે. આ તો હજી શરૂઆત છે, જો મહાનગરપાલિકા તંત્ર અત્યારથી જ ફ્લાય ઓવર નીચે અને આસપાસના દબાણો પ્રત્યે નિષ્ક્રિય રહેશે તો ફ્લાય ઓવરનું લોકાર્પણ થાય ત્યાં સુધીમાં દબાણો, ગંદકીની અતિ વરવી સ્થિતિ સર્જાવાની ભીતિ છે. ફ્લાય ઓવરના પીલરોને આકર્ષક રંગો સાથેના ચિત્રોથી સજાવવાનું આયોજન છે, પણ અત્યારે તો પીલરો ધૂમાડાના કાળા રંગે રંગાઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial