Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ:ક્ષ્મણી હરણ પછી શ્રીકૃષ્ણે પ્રગટાવેલી હોળી દ્વારકા સુધી દેખાઈ હોવાની લોકવાયકા
ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અનેક સ્થળે પાંડવોના સમયના શિવમંદિરો તથા તેમની સાથે જોડાયેલા ઐતિહાસિક સ્થળો છે, જેમાં બરડા ડુંગરની ટોચ પર કાનમેરાની હોળી પણ એક છે.
બરડા ફુંટર પર આભાપરા પછીનું ઊંચું શિખરમાં આવે છે. એમ માનવામાં આવે છે કે, શ્રીકૃષ્ણ અહીં રૂ:ક્ષ્મણીનું અપહરણ કરીને આવ્યા હતાં અને પછી હોળી પ્રગટાવી હતી, જેની જવાળાઓ છેક દ્વારકા સુધી દેખાતીની લોકવાયકા છે.
બરડા ડુંગરની નજીકના ગામોમાં કાનમેરાની હોળી પ્રગટે પછી જ સ્થાનિક હોળીઓ પ્રગટાવાય છે. આ હોળી પ્રગટાવ્યા પછી લોકો ત્યાં રાતવાસો કરી શકતા નથી. ડુંગર પરથી નીચે ઉતરી જાય છે.
ડુંગરની ટોચ પર દુર્ગમ રસ્તા પર થઈને પણ મોટું ચઢાણ કરીને પણ મોટી સંખ્યામાં લોકો આ હોળી દહ્નમાં ઉમટ્યા હતાં. જેમના માટે ભાવિકો દ્વારા પ્રસાદી, નાસ્તો, ચા તથા છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial