Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારમાં આઈઓસી પર એર રેઈડ થતા પાઈપલાઈન સળગીઃ રહેણાંક વિસ્તારોમાંથી નાગરિકોનું કરાયુ રેસ્કયુ

હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા મોકડ્રીલ યોજાઈ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૮: દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારમાં ઓપરેશન અભ્યાસ અન્વયે મોકડ્રીલ યોજાઈ હતી. વાડીનારમાં એર રેઈડના કિસ્સામાં પાઈપલાઈનમાં આગ તથા રહેણાંક વિસ્તારમાં રેસ્કયુની મોકડ્રીલ યોજાઈ હતી. તે દરમિયાન હુમલાની જાણ થતા જ નાગરિકોને ત્વરિત સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવા માટે 'એર રેઇડ સાયરન' સંબંધિત મોકડ્રીલ યોજવામાં આવી હતી. 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારમાં ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં યોજાયેલ મોકડ્રીલમાં એર રેઇડના બનાવમાં બપોરના સમયે જિલ્લા કંટ્રોલરૂમમાં ફોન મારફત આઈ.ઓ.સી.એલ કંપનીના કર્મચારીઓની કોલોનીમાં મકાન ઉપર હવાઈ હુમલો (એર રેડ) થવા અંગે જાણકારી મળી હતી. જેના પગલે સાઇરન વગાડીને હવાઈ હુમલો (એર રેડ) થવા અંગે જાહેર જનતાને જાણકારી આપવામાં આવી હતી. સાઇરનનો સંકેત મળતાની સાથે નાગરિકો નજીકના સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા.

ઘટનાની જાણ તથા જ પળભરમાં ફાયર તથા, સિવિલ ડિફેન્સની ટીમો, એમ્બ્યુલન્સ આવી પહોચી નાગરિકોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. ઇમર્જન્સીના ભાગરૂપે જિલ્લા તંત્ર દ્વારા કન્ટીજન્સી હોસ્પિટલ તરીકે વાડીનાર પ્રાથમિક શાળા ખાતે ઘાયલો તથા રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને એમ્બ્યુલન્સ મારફત સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા તથા આરોગ્યની ટીમ દ્વારા ઘાયલોને સારવાર આપવામાં આવી હતી.

ઉપરાંત વાડીનાર ખાતે આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની પાઇપલાઇનમાં હવાઈ હુમલો (એર રેડ)ના પરિણામે આગ લાગી હતી. જેની જાણ થતા તુરંત જ ફાયર, પોલીસ, સીઆરપીએફ સહિતની ટીમો પહોંચી આગ પર કાબૂ મેળવી દુર્ઘટના થતા અટકાવી ઇજા પામેલાઓને સારવાર અર્થે હોસ્પિટલ મોકલ્યા હતા.

નોંધનિય છે કે, ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા આજરોજ સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની  સૂચના આપવામાં આવી હતી. જે અન્વ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત ગુજરાત રાજ્યના ૧૮ જિલ્લાઓમાં 'ઓપરેશન અભ્યાસ' મોકડ્રીલ યોજાઇ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh