Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાછળથી ઠોકર મારી રૂ. ૪૦ હજારની નુકસાની પણ વસૂલીઃ
જામનગર તા. ૧૭: ધ્રોલના સોયલ ટોલનાકા પાસે રવિવારે બપોરે એક રાજસ્થાની આસામીની મોટરમાં પાછળથી ઠોકર મારી આગળ મોટર ઉભી રાખી દઈ તેમાંથી ઉતરેલા ફાયનાન્સ કંપનીના ત્રણ સીઝરે બળજબરીથી મોટર પડાવી લઈ રૂ. ૩૫ હજાર ઝૂંટવી લીધા હતા અને એક્સીડન્ટમાં પોતાની મોટરમાં થયેલી નુકસાનીના રૂ. ૪૦ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.
જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ધ્રોલ નજીકના સોયલ ટોલનાકા પાસેથી રવિવારે બપોરે બેએક વાગ્યે મૂળ રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ગીરવા ગામના રાહુલરંજન વિજયકુમાર ચંદ્રવંશી નામના આસામી પોતાની મોટરમાં પસાર થતા હતા.
આ વેળાએ પાછળથી એક અન્ય મોટર ધસી આવી હતી. તે મોટરના ચાલકે રાહુલરંજનની મોટરમાં ટક્કર માર્યા પછી આગળ પોતાની મોટર ઉભી રાખી દીધી હતી અને તેમાંથી ઉતરેલા જયપાલસિંહ રણજીતસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ, વસીમ નામના ત્રણ શખ્સ તેઓની મોટરમાં બેસી ગયા હતા.
આ શખ્સો એક ફાયનાન્સ કંપનીમાં રીકવરીનું કામ સંભાળે છે તેઓએ રાહુલરંજનની મોટરમાં બેઠા પછી તેને ધાકધમકી આપી રૂ. ૩પ હજાર રોકડા કઢાવી લીધા હતા અને મોટર મૂકી ત્યાંથી ચાલ્યા જવાનો હુકમ કર્યા પછી પોતાની મોટરમાં થયેલી નુકસાની બદલ રૂ. ૪૦ હજાર આપવાની માગણી કરી હતી. વિવસ બની ગયેલા રાહુલરંજન પાસેથી રૂ. ૪૦ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી આ શખ્સોએ તેઓની મોટર પણ સીઝ કરી લીધી હતી.
આ બાબતની ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે રાહુલરંજને ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૧૨૬ (ર), ૩૦૮ (ર), પ૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial