Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વ લોહાણા પરિષદના પ્રમુખના હસ્તે જામનગરના ઉદ્યોગપતિ કૈલાસભાઈનું સન્માન

મુંબઈમાં યોજાયેલ "એક્સપો"માં

                                                                                                                                                                                                      

મુંબઈના જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ત્રણ દિવસ માટે "લોહાણા ઈન્ટરનેશનલ બિઝનેસ ફોરમ એક્સ્પો"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સ્પોમાં જામનગરના હર્ષ પોલીપેક પ્રા.લિ. ઔદ્યોગિક ગૃહે પણ સ્ટોલ રાખીને ભાગ લીધો હતો. આ સ્ટોલની મુલાકાત વિશ્વ લોહાણા મહાપરિષદના પ્રમુખ સતિષભાઈ વિઠલાણીએ લીધી હતી. હર્ષ પોલીપેકની પ્રોડક્ટસ નિહાળી પ્રભાવિત થયા હતા. તેમણે હર્ષ પોલીપેકના મેનેજીંગ ડાયરેકટર કૈલાસભાઈ બદીયાણીને અભિનંદન આપી વિશેષ સન્માન કર્યું હતું. આ તકે કંપનીના ડાયરેકટર પાર્થભાઈ બદીયાણી, વિદ્યાબેન બદીયાણી, હર્ષભાઈ બદીયાણી, સીઈઓ કમલેશભાઈ ગરસર, લોહાણા જ્ઞાતિના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh