Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કુલ ૧૭ સામે પોલીસે ગુન્હો નોંધ્યોઃ
જામનગર તા. ૩૧: કલ્યાણપુર તાલુકાના રાવલમાં ગુરૂવારે રાત્રે ટાઢ ઉડાડવા માટે કરાયેલા તાપણાના મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલાઓ સહિત ૧૭ સામે ગુન્હો નોંધ્યો છે.
કલ્યાણપુરના રાવલ ગામમાં રહેતા અમિતભાઈ કેશુભાઈ ગામી અને તેમના મિત્રો ગુરૂવારે એક દુકાનના સામેના ભાગમાં તાપણું કરીને બેઠા હતા ત્યારે ત્યાં ધસી આવેલા પરબત રણમલભાઈ સોલંકી, પ્રતાપ રાણાભાઈ સોલંકી અને જીતેશ પરબતભાઈ સોલંકી નામના ત્રણ શખ્સે આ જગ્યા તમારા બાપની નથી તેમ કહીને ઝઘડો કર્યાે હતો.
આ શખ્સોએ સળગી રહેલા તાપણાને લાતો મારી તાપણુ ફગાવી દીધુ હતું અને અમિતને તને સવારે ના પાડી તો પણ અહીં તાપણુ કેમ કર્યું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી નજીકમાં પડેલો લાકડાનો ધોકો ઉપાડી અમિતના વાંસામાં ફટકાર્યાે હતો.
તે દરમિયાન મોતીબેન પરબતભાઈ, સોનુબેન જીતેશભાઈ પણ આવી ગયા હતા. તેઓએ અમિત ગામીના મામી પર ઢીકાપાટુથી હુમલો કર્યાે હતો અને અનિલ પરબતભાઈ, કોમલબેન અનિલભાઈ, શાંતિબેન સંજયભાઈએ પણ ઝપાઝપી કરી અમિતનું ટીશર્ટ ખેંચીને કાઢી નાખ્યંુ હતું તેવી ફરિયાદ પોલીસમાં કરાઈ છે.
તે ફરિયાદની સામે જીતેશ પરબતભાઈ સોલંકીએ વળતી ફરિયાદ નોંધાવી તેઓની ભાડાની મોટર પાસે સામેવાળા વ્યક્તિઓ તાપણુ કરતા હોવાથી ત્યાં તાપણુ કરવાની ના પાડતા અમિત ગામી, ભાવેશ સોલંકી, નગા કરશન સોલંકી, ભરત કરશન સોલંકીએ હુમલો કરી માર માર્યાની રાવ કરી છે. પોલીસે ૧૭ સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial