Advertisement
Author: નોબત સમાચાર

વાડીનારના ભરાણા ગામના સીમ વિસ્તારમાં ગંજીપાનાથી જુગાર રમતા છ શખ્સ પકડાયા

પટમાંથી રૂ।.૧૭૪૧૦ કબજે કરાયાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨: ખંભાળિયાના વાડીનાર નજીકના ભરાણા ગામના સીમ વિસ્તારમાંથી શનિવારે સાંજે પોલીસે છ શખ્સને ગંજીપાનાથી જુગાર રમતા પકડી પાડ્યા હતા. પટમાંથી રૂ।.૧૭૪૧૦ રોકડા કબજે કરાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના  સીમ વિસ્તારમાં શનિવારે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડ્યો હતો.

ત્યાંથી ગંજીપાના કૂટતા મહાવીરસિંહ દેવીસંગ જાડેજા, ગુલાબસંગ ખેંગારજી ગોહિલ, ગુમાનસંગ તોગાજી જેઠવા, ધર્મેન્દ્રસિંહ જીલુભા વાઢેર, ભૂપતસંગ ખેંગારજી ગોહિલ, સુરેન્દ્રસિંહ બાલુભા ચૌહાણ નામના ભરાણા ગામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ।.૧૭૪૧૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh