Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા સાપુતારામાં 'ફિટ ઈન્ડિયા' એડવેન્ચર કેમ્પ

નંદવિદ્યા નિકેતન સ્કૂલના ૭૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા.૪: પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે અગ્રેસર સંસ્થા 'નવાનગર નેચર ક્લબ' દ્વારા ભારત સરકારના 'ફિટ ઈન્ડિયા' અભિયાન અંતર્ગત સાપુતારા હિલ સ્ટેશનમાં ૪ રાત્રિ અને ૩ દિવસના 'નેચર એડવેન્ચર એન્ડ કલ્ચરલ કેમ્પ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જામનગરની સુપ્રસિદ્ધ નંદ વિદ્યા નિકેતન સ્કૂલના ૭૬ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ સાહસ અને સંસ્કૃતિનો અનોખો અનુભવ મેળવ્યો હતો.

આ કેમ્પ સરકારી ગાઈડલાઇન મુજબ યોજાયેલા યોજાયો હતો.આ કેમ્પમાં મુખ્ય ઇન્સ્ટ્રક્ટર તરીકે ગુજરાત વાઇલ્ડ લાઈફ બોર્ડના સભ્ય અને માઉન્ટ્રીંગ કોચ ચંદ્રવિજયસિંહ રાણા તથા ડો. કલ્પનાબેન પટેલ, નરેશ ભોંયે અને શ્રી શિવરામ દ્વારા બાળકોને ટ્રેકિંગ, સુરક્ષા અને શિસ્તના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓએ પહાડોમાં ટ્રેકિંગ, રોપવે સવારી, બોટિંગ અને પેન્ટિંગ જેવી પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો.સાથે જ સન-રાઇઝ અને સન-સેટ પોઈન્ટ પરથી પ્રકૃતિના અદભૂત નજારા નિહાળ્યા હતા.વિદ્યાર્થીઓએ આસપાસના ઐતિહાસિક કિલ્લાઓની મુલાકાત લઈ પ્રાદેશિક ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી.

કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં જવાબદાર નાગરિકત્વના ગુણો ખીલવવાનો હતો. સમગ્ર પ્રવાસ દરમિયાન સ્થાનિક આદિવાસી સંસ્કૃતિનો આદર, પર્યાવરણનું જતન અને સ્વચ્છતા બાબતે વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.

આ કેમ્પને સફળ બનાવવા માટે સ્કૂલ કોઓર્ડિનેટર અંબિકા મેનન, એડમિન શૈલી સિંઘ તથા શિક્ષકોમાં કરણ મકવાણા,  અભિષેક ગોહિલ, દિલીપસિંહ બારડ, જયદીપસિંહ જાડેજા, શ્રેયા મેહતા અને વૈશાલી રાઠોડનો અમૂલ્ય સહયોગ રહૃાો હતો. સમગ્ર કેમ્પનું સુચારુ સંચાલન નવાનગર નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh