Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગહના જીનકા હૈ સિર્ફ ભભૂત, ઉનકે દાસ હૈ પંચમહાભૂત
જામનગર તા. ર૪: મહાદેવને ભસ્મ પ્રિય છે. અન્ય દેવી દેવતાઓની જેમ સુવર્ણ આભૂષણ તેમને પ્રિય નથી. ભસ્મ એ અવશેષ છે. અંતમાં નશ્વર શરીર નાશ પામે પછી ફક્ત રાખ જ વધે છે. એટલેકે રાખ વૈરાગ્યનું પ્રતીક છે. શિવ પરમ વૈરાગી છે. સ્મશાનવાસી છે. મૃત્યુનું સતત સ્મરણ રાખી જીવનને અમૂલ્ય અવસર તરીકે સાર્થક કરવાનો સંદેશ મહાદેવ આપે છે. જીવનમાં એવા કાર્ય કરતા જઇએ કે મૃત્યુ પછી પણ લોકો યાદ રાખે એ જ મૃત્યુને પરાસ્ત કરવાનો એક માત્ર ઉપાય છે. એ જ સિદ્ધાંતને અનુસરી જીવનને સત્કર્મો અને પરોપકારથી સાર્થક કરી પ્રેરણા રૂપ જીવનથી સંસારનાં માનસમાં અમર થવાની સંજીવની વિદ્યા મહાદેવ આપે છે. એટલે જ મહાદેવ 'મહાકાલ' છે. ઉજ્જૈનનાં શ્રી મહાકાલ મંદિરની જેમ 'છોટીકાશી' જામનગરનાં એક શિવાલયમાં પણ 'ભસ્મ આરતી' વડે શિવ આરાધના પ્રચલિત બની છે. હવાઇ ચોક નજીક સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ પ્રાચીન શ્રી વૈજનાથ મહાદેવનાં મંદિરે આજે હરીયાળી અમાસના દિને સવારે ૫ કલાકે શ્રી વૈજનાથ દાદાની ભસ્મ આરતી કરવામાં આવી હતી. બહોળી સંખ્યામાં ભક્તોએ આ ભસ્મ આરતીના દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસના દરેક સોમવારે તથા અમાસના દિને પણ અહીં ભસ્મ આરતી કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial