Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા ન.પા.ના ચીફ ઓફિસરની બદલી ન જ થઈ !

ચર્ચાસ્પદ લેટર કાંડ પછી પણ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૫: ન.પા.ના ચર્ચાસ્પદ લેટરકાંડ પછી રાજ્ય સરકાર દ્વારા ન.પા.ના ચીફ ઓફિસરની સામૂહિક બદલીઓમાં પણ ખંભાળીયાના ચીફ ઓફિસરની બદલી થઈ નથી.

ખંભાળીયા પાલિકાના કારોબારી ચેરમેન દ્વારા પાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુરને બદલવા માટે મોટી સહીઓ સાથે 'લેટર કાંડ' થયેલો જેમાં શહેરી વિકાસ ખાતાને સીધી રજૂઆતો કરાઈ હતી. પણ આ બનાવટી સહીઓનો જાદુ ચાલ્યો નથી. અને ખંભાળીયા પાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુર યથાવત જ રહ્યા છે !!

શહેરી વિકાસ વિભાગ દ્વારા ભલે ૧૮ ચીફ ઓફિસરોની બદલીઓ થઈ પણ દ્વારકા જિલ્લામાં છ માંથી ત્રણ જગ્યાઓ ખાલી જ રહી ગઈ છે. દ્વારકા જિલ્લાના એવા જામરાવલ તથા સલાયાની નગરપાલિકાઓમાં લાંબા સમયથી ચીફ ઓફિસરની જગ્યાઓ ખાલી જ રહી ગઈ છે. લેટરકાંડનો જાદુ ન ચાલ્યો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh