Advertisement
Author: નોબત સમાચાર

આંધ્રના સિંહચલમ મંદિરમાં દીવાલ ધરાશાયી થતા આઠ શ્રદ્ધાળુના મૃત્યુ

ચંદનોત્સવ દરમિયાન દર્શનાર્થે લાઈનમાં ઉભેલા ભાવિકો બન્યા ભોગ

                                                                                                                                                                                                      

હૈદ્રાબાદ તા. ૩૦: સિંહચલમ મંદિરમાં દીવાલ ધરાશાયી થતા ૮ શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. ચંદનોત્સવ નિમિત્તે ભકતો નિજરૂપા દર્શન માટે કતારમાં ઉભા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.

આંધ્રપ્રદેશના પ્રખ્યાત શ્રી વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં બુધવારે વહેલી સવારે થયેલા એક દુઃખદ અકસ્માતમાં ઓછામાં ઓછા આઠ ભક્તોના મોત થયા છે. આ દુઃખદ અકસ્માતમાં ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. 'ચંદનોત્સવ' નિમિત્તે ભક્તો નિજરૂપા દર્શન માટે કતારમાં ઉભા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. આ મંદિરને સિંહચલમ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ ઘટના વહેલી સવારે ૨:૩૦ વાગ્યાની આસપાસ બની હતી. ભારે વરસાદને કારણે કતાર રોડ પર સ્થિત એક શોપિંગ કોમ્પ્લેક્સ પાસે અચાનક દીવાલ ધરાશાયી થઈ ગઈ. કહેવામાં આવી રહૃાું છે કે દીવાલ નવી બનાવવામાં આવી હતી અને વરસાદને કારણે માટી ઢીલી થઈ જવાને કારણે આ અકસ્માત થયો હતો.

રાજ્યના ગૃહમંત્રી વાંગલાપુડી અનિતાએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને કહૃાું કે ભારે વરસાદ અને ભક્તોના દબાણને કારણે આ અકસ્માત થયો છે. તેમણે કહૃાું, ભક્તો ૩૦૦ રૂપિયાની ખાસ દર્શન ટિકિટ લઈને કતારમાં ઉભા હતા. વરસાદને કારણે દીવાલ પાણીમાં પલળી ગઈ હતી અને નબળી પડી ગઈ હતી.

ઘટનાની માહિતી મળતા જ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. વિશાખાપટ્ટનમ જિલ્લા કલેક્ટર હરેન્ધીર પ્રસાદ અને પોલીસ કમિશનર સાંખા બ્રતા બાગચી પણ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહૃાા છે.

ત્રણ મહિલાઓના મૃત્યુની પુષ્ટિ થઈ છે અને  મૃતદેહોને વિશાખાપટ્ટનમની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર પણ ત્યાં ચાલી રહી છે.

ચંદનોત્સવ ઉત્સવ સિંહચલમ મંદિરનો વાર્ષિક ઉત્સવ છે, જેમાં ભગવાન નરસિંહ સ્વામીને વર્ષમાં એકવાર ચંદનની પેસ્ટ દૂર કર્યા પછી ભક્તોને તેમના વાસ્તવિક સ્વરૂપમાં બતાવવામાં આવે છે. આ પ્રસંગ હજારો ભક્તો માટે અત્યંત શુભ અને દુર્લભ માનવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh